- રોહિતને MIના કેપ્ટનપદેથી હટાવીને હાર્દિકને બનાવવામાં આવ્યો
- એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત મુંબઈ ઈન્ડિયન્સ છોડશે
- આ પછી અફવાઓ આવી હતી કે LSG રોહિતને ખરીદવા 50 કરોડ લગાવશે
રોહિત શર્માને છેલ્લી IPL સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણય પર ચાહકોમાં ઘણો ગુસ્સો હતો. આ પછી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. આ પછી કેટલીક અફવાઓ બહાર આવી હતી કે લખનૌ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શનમાં રોહિત શર્માને ખરીદવા માટે 50 કરોડ રૂપિયા સુધીનું બજેટ રાખ્યું છે. જેને લઈને હવે LSGના માલિક સંજીવ ગોએન્કાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
શું રોહિત માટે 50 કરોડ રૂપિયા ખર્ચ કરશે LSG?
સંજીવ ગોએન્કાનું માનવું છે કે રોહિત શર્મા જેવા ખેલાડીથી કોઈપણ ટીમને ફાયદો થશે, પરંતુ તેના પર આટલી મોટી રકમ ખર્ચ કરવી યોગ્ય નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન સંજીવ ગોયેન્કાએ કહ્યું, “કોઈને ખબર નથી કે રોહિત શર્મા હરાજીમાં ભાગ લઈ રહ્યો છે કે નહીં? મુંબઈ ઈન્ડિયન્સ રોહિતને છોડશે કે નહીં તેના પર નિર્ભર છે. તેમ છતાં, જો રોહિત હરાજીમાં ભાગ લે છે અને જો તમે તેના પર પર્સનો 50 ટકા ખર્ચ કરો છો, તો તમે અન્ય ખેલાડીઓને કેવી રીતે ખરીદી શકશો. દરેક વ્યક્તિ સારા ખેલાડી અને કેપ્ટન ઈચ્છે છે. તે તમારી પાસે શું છે અને તમે તેની સાથે શું કરી શકો તેના પર નિર્ભર કરે છે.”
LSGએ ઝહીર ખાનને મેન્ટર બનાવ્યો
IPL 2025 પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાનને ટીમના નવા મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ ગૌતમ ગંભીર LSGનો મેન્ટર હતો પરંતુ ગત સિઝનમાં ગંભીર તેની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. હવે ઝહીર ખાન આ નવા રોલમાં જોવા મળશે.