- ઋષભ પંતની હેલ્થ અપડેટને લઈ નવા સમાચાર સામે આવ્યા
- ઋષભ પંતે કેદારનાથમાં કર્યાં દર્શન
- ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી ઋષભે આપી માહિતી
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કેદારનાથમાં ભગવાન શિવના દર્શન કરવા માટે પહોંચ્યો છે. ઋષભે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી આ માહિતી આપી છે. પંતે પોતાની સ્ટોરીના માધ્યમથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કેદારનાથ મંદિર સામે દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત ગત 1 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો નથી. ગત વર્ષે ઋષભની કારનો અકસ્માત થયો હતો. જે બાદ ઋષભની મેદાન પર વાપસી થઈ નથી.
પંત ઝડપી થઈ રહ્યો છે રિકવર
શરૂઆતમાં પંતનું સ્વસ્થ થવું ખુબ મુશ્કેલ લાગી રહ્યું હતું, પરંતુ ગત થોડા મહિનાથી પંત ઝડપી રિકવર થઈ રહ્યો છે. પંતની ફિટનેસ પર પણ ઝડપી કામ ચાલી રહ્યું છે. BCCIની મેડિકલ ટીમ પંતની સાથે કામ કરી રહી છે અને આશા છે કે, હવે થોડા મહિનામાં પંત સંપૂર્ણ ફિટ થઈ જશે.
ટીમ ઈન્ડિયા પંતને કરી રહી છે મિસ
ઋષભ પંતે આ દરમિયાન ઘણું મિસ કર્યું છે. તે પોતાની ભયાનક ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થયેલી ઘરેલૂ ટેસ્ટ સીરિઝ, IPL 2023, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ, એશિયા કપ અને હવે વનડે વર્લ્ડકપ 2023 પણ રમી શક્યો નથી. ભારતીય ટીમે પણ પંતની ખુબ મિસ કર્યો છે. કારણ કે, તે વિકેટકીપર સાથે ડાબા હાથનો આક્રામક બેટ્સમેન છે, જે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરે છે. ભારતીય ટીમ પંતને ખાસ કરીને ટેસ્ટ ફોર્મેટ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ખુબ મિસ કર્યો હતો.