• બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ યશસ્વી જયસ્વાલના નામે રહ્યો
  • જયસ્વાલે પોતાની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો
  • પ્રથમ 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 500 પ્લસ રન બનાવનાર 8મો ભારતીય બન્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ યશસ્વી જયસ્વાલના નામે રહ્યો છે. તેણે અણનમ રહીને દિવસના અંતે 179 રન બનાવ્યા હતા. જ્યારે તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે પ્રથમ દિવસે 93 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 171 રન બનાવ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી પણ છે. જયસ્વાલે પ્રથમ દિવસની રમતમાં 3 સફળ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

  • 228- વીરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ પાકિસ્તાન, મુલતાન 2004
  • 195- વીરેન્દ્ર સેહવાગ વિ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 2003
  • 192- વસીમ જાફર વિરુદ્ધ પાકિસ્તાન, કોલકાતા 2007
  • 190- શિખર ધવન વિ શ્રીલંકા, ગાલે 2017
  • 180- વિરેન્દ્ર સેહવાગ વિ વેસ્ટ ઈન્ડિઝ, ગ્રોસ આઈલેટ 2006
  • 179- યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વિશાખાપટ્ટનમ 2024


પ્રથમ 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 500 પ્લસ રન બનાવનાર 8મો ભારતીય

  • સુનીલ ગાવસ્કર
  • વિરેન્દ્ર સેહવાગ
  • સદગોપન રમેશ
  • મયંક અગ્રવાલ
  • રોહિત શર્મા
  • શિખર ધવન
  • દિનેશ કાર્તિક
  • યશસ્વી જયસ્વાલ

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના એક દિવસમાં સૌથી વધુ રન (ભારતીય)

  • 232- કરુણ નાયર, ચેન્નાઈ 2016
  • 179- સુનીલ ગાવસ્કર, ઓવલ 1979
  • 179- યશસ્વી જયસ્વાલ, વિશાખાપટ્ટનમ 2024
  • 175- મોહમ્મદ અઝહરુદ્દીન, માન્ચેસ્ટર 1990


ગાવસ્કરના 45 વર્ષ જુના રેકોર્ડની બરાબરી

સુનીલ ગાવસ્કરે 1979માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચના માત્ર એક જ દિવસમાં 179 રનની ઈનિંગ રમી હતી. હવે 45 વર્ષ બાદ 2024માં યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના એક જ દિવસમાં અણનમ 179 રન બનાવ્યા હતા. સાથે જ, પ્રથમ 10 ઇનિંગ્સમાં 500નો આંકડો પાર કરીને, તેણે સુનીલ ગાવસ્કર, વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ખેલાડીઓની યાદીમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં, યશસ્વી જયસ્વાલે 257 બોલનો સામનો કર્યો હતો અને તે સમગ્ર 93 ઓવર સુધી ચાલી હતી. અત્યાર સુધી તેણે 179 રનની અણનમ ઇનિંગમાં 17 ફોર અને 5 સિક્સર ફટકારી છે.

  • Follow us on: