• મોહમ્મદ સિરાજને 5 વિકેટ મળી હતી
  • ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી 
  • ચોથા અને પાંચમા દિવસે પણ વરસાદની શક્યતા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝમાં બીજી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. વિન્ડીઝની ટીમ 255 રનમાં સમેટાઈ ગઈ છે. ભારતે પ્રથમ દાવમાં 438 રન બનાવ્યા હતા.મોહમ્મદ સિરાજને 5 વિકેટ મળી હતી. ભારત પાસે 183 રનની લીડ મેળવી છે.

વેસ્ટ ઈન્ડિઝની હાલત ખરાબ

આજે મેચનો ચોથા દિવસ પર પહેલી જ ઓવરમાં 37 રન બનાવીને એલિક એથેનાઝને મુકેશ કુમારે આઉટ કર્યો હતો. આ પછી મોહમ્મદ સિરાજે છેલ્લી 4 વિકેટ લીધી હતી. તેણે ત્રીજા દિવસે પણ એક વિકેટ લીધી હતી. આ રીતે તેણે ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડર 15 રન, અલ્ઝારી જોસેફ 4 રન, અલ્ઝારી જોસેફ અને કેમર રોચ 4 રન બનાવીને આઉટ થયા હતા. શેનન ગેબ્રિયલની છેલ્લી વિકેટ મળી હતી. ગેબ્રિયલ 0 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી છે. તેમના સિવાય મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી છે.

ત્રીજા દિવસે વેસ્ટઈન્ડિઝે 143 રન બનાવ્યા

વેસ્ટઈન્ડિઝે ત્રીજા દિવસની શરૂઆત એક વિકેટે 86 રનથી કરી હતી. ટીમે આખો દિવસ બેટિંગ કરી અને માત્ર 4 વિકેટ ગુમાવીને માત્ર 143 રન બનાવ્યા. ટીમ તરફથી ક્રેગ બ્રેથવેટ 75, કિર્ક મેકેન્ઝી 32, જર્માઈન બ્લેકવુડ 20 અને જોશુઆ દા સિલ્વા 10 રન બનાવીને આઉટ થયા હતા. ત્રીજા દિવસે વરસાદે વિલન બન્યો હતો અને અંતે ઓછા પ્રકાશને કારણે સંપૂર્ણ ઓવરની બોલિંગ પણ થઈ શકી નહીં. ત્રિનિદાદમાં ચોથા અને પાંચમા દિવસે પણ વરસાદની શક્યતા છે.

  • Follow us on: