• મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝ
  • આજે સિરીઝની બીજી વનડે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
  • પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની 6 વિકેટે થઈ હતી હાર

મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝ રમાઈ રહી છે. પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ કદાચ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે.

ભારતની બેટિંગ લાઈન અપ

ભારતીય ટીમ શફાલી વર્મા અને યસ્તિકા ભાટિયાને ઓપનિંગની તક આપી શકે છે. શેફાલી છેલ્લી મેચમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે યાસ્તિકાએ 7 ફોરની મદદથી 49 રન બનાવ્યા હતા. રિચા ઘોષ ભારત માટે નંબર 3 પર બેટિંગ કરી શકે છે. જેમિમાહ રોડ્રિગ્ઝે છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 77 બોલનો સામનો કરીને 82 રન બનાવ્યા હતા. જેમિમાને પાંચમા નંબર પર રમવાની તક મળી શકે છે.

ભારતનું બોલિંગ આક્રમણ

ટીમ ઈન્ડિયા બોલિંગ આક્રમણમાં રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને સાયકા ઈશાકને સામેલ કરી શકે છે. છેલ્લી મેચમાં દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રેણુકા અને પૂજાએ 1-1 વિકેટ લીધી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાને તેની પાસેથી વધુ અપેક્ષાઓ હશે. ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા ઓછી છે. છેલ્લી મેચમાં લિચફિલ્ડ અને પેરી વચ્ચે મોટી ભાગીદારી થઈ હતી. પેરીએ 75 રન બનાવ્યા હતા. જ્યારે લિચફિલ્ડે 78 રનની ઇનિંગ રમી હતી.

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત: જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા, અમનજોત કૌર, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, સૈકા ઈશાક

ઑસ્ટ્રેલિયા: ફોબે લિચફિલ્ડ, એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), એલિસ પેરી, બેથ મૂની, તાહલિયા મેકગ્રા, એશલે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહેમ, અલાના કિંગ, મેગન શૂટ, ડાર્સી બ્રાઉન

  • Follow us on: