• IPL ની આચાર સંહિતાના ભંગ બદલ કોહલીને મેચ ફીના 100% દંડ
  • કોહલીને 1.07 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો
  • ગૌતમ ગંભીરને 25 લાખ રૂપિયા દંડ ફટકારાયો

એક તરફ જ્યાં ભારતમાં કરોડો લોકો આખી જીંદગી કમાણી કર્યા પછી પીએફ અને કુલ જમા મૂડીમાં માત્ર થોડા લાખ રૂપિયા બચાવી શકે છે, તો બીજી તરફ વિરાટ કોહલીએ થોડી જ સેકન્ડોમાં એક કરોડ રૂપિયા ગુમાવ્યા. જી હા ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને તેમના મતભેદો સામે આવ્યા છે. સોમવારે રમાયેલી મેચ બાદ આરસીબીના મુખ્ય બેટ્સમેન કોહલી અને લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે એકબીજા સાથે ઝઘડી પડયા હતા. આની માટે કોહલીને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઝઘડા માટે કોને કેટલી સજા મળી

વિરાટ કોહલી: 100% મેચ ફી (રૂ. 1.07 કરોડ)

ગૌતમ ગંભીરઃ 100% મેચ ફી (રૂ. 25 લાખ)

નવીન-ઉલ-હક: 50% મેચ ફી (રૂ. 1.79 લાખ)

આઈપીએલની આચાર સંહિતાના ભંગ બદલ બંનેને મંગળવારે તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. લખનૌના ઓપનર કાઇલ માયર્સ સાથે કોહલીની નાનકડી તકરારથી ઝઘડો થયો હોય તેવું લાગે છે. જ્યારે મેચની સમાપ્તિ પછી બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવતા હતા ત્યારે લખનઉના બોલર નવીન-ઉલ-હક અને કોહલી એક બીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. ત્યારે આરસીબીના ગ્લેન મેક્સવેલે તેમને એકબીજાથી અલગ કર્યા હતા.

ત્યાર બાદ ગંભીરે માયર્સને કોહલી સાથે વાત કરતા રોક્યા હતા. થોડી જ વારમાં ગંભીર કોહલી તરફ ચાલતો જોવા મળ્યો હતો. ત્યારબાદ લખનૌના ઈજાગ્રસ્ત કેપ્ટન કેએલ રાહુલ સહિત તેના અન્ય ખેલાડીઓએ તેમને રોક્યા હતા. ત્યારબાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી જ્યારે તેઓ બંને ટીમના ખેલાડીઓથી ઘેરાયેલા હતા. ગંભીર વધુ આક્રમક દેખાતા હતા અને તેમણે લખનૌના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા વારંવાર કોહલી તરફ આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. બંનેએ હાથ મિલાવ્યા બાદ આ ઘટના બની હતી.

કોહલી શરૂઆતમાં ગંભીરના ખભાને પકડતો જોવા મળ્યો હતો પરંતુ જ્યારે બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ, ત્યારે અનુભવી સ્પિનર ​​અમિત મિશ્રા, RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને લખનૌના સહાયક કોચ અને દિલ્હીના અન્ય ભૂતપૂર્વ ખેલાડી વિજય દહિયા દ્વારા તેઓને અલગ કરવામાં આવ્યા હતા. આ ઝઘડા બાદ કોહલી લખનૌના કેપ્ટન રાહુલ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. કોહલી અને ગંભીર બંને ભારત અને દિલ્હીની ટીમ માટે એકસાથે રમ્યા છે પરંતુ ભૂતકાળમાં પણ તેમની વચ્ચે ઝઘડો થયો છે.

અગાઉ જ્યારે લખનૌ અને RCB વચ્ચે બેંગલુરુમાં મેચ રમાઈ હતી, ત્યારે ગંભીર દર્શકોને ચૂપ રહેવાનો ઈશારો કરતો જોવા મળ્યા હતા. 10 વર્ષ પહેલા બેંગલુરુમાં RCB અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પણ આ બંને વચ્ચે તકરાર થઈ હતી. IPL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોહલી અને ગંભીરે IPL આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનું સ્વીકાર્યું છે અને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. લખનઉના બોલર નવીન-ઉલ-હકને પણ મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

  • Follow us on: