• IPL 2024માં અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે
  • 4 મેચમાં 217.57ની સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા
  • આ દરમિયાન 12 ફોર અને 15 શાનદાર સિક્સર ફટકારી

IPL 2024માં અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે. તે વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરવા માટે જાણીતો છે. આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાના પ્રદર્શનનું ઉદાહરણ રજૂ કર્યું હતું, જ્યારે તેણે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. મુંબઈ સામે આ ફિફ્ટી ફટકારીને આ ખેલાડી હૈદરાબાદ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ એક ઇનિંગે તેને IPLનો સ્ટાર બનાવી દીધો. હવે અભિષેક શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ 300ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ મેચમાં પણ તેણે માત્ર 12 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 3 ફોર અને 4 સિકસર લગાવી હતી. આમ છતાં ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ અભિષેક શર્માની ઈનિંગથી નારાજ છે. યુવરાજે આ IPL સિઝનમાં બીજી વખત અભિષેકને ચેતવણી આપી છે.

યુવરાજ સિંહે શું કહ્યું?

અભિષેક શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ માત્ર 23 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 3 ફોર અને 7 સિકસર ફટકારી હતી. આ ઇનિંગે ખેલાડીને સ્ટાર બનાવી દીધો. આ શાનદાર ઇનિંગ બાદ યુવરાજ સિંહે અભિષેક શર્મા વિશે એક ટ્વિટ કર્યું હતું. ટ્વિટ કરતા યુવરાજે લખ્યું હતું કે, વાહ અભિષેક સર, તમે કેટલી શાનદાર ઇનિંગ રમી, પરંતુ આઉટ થયો તે શોટ ખોટો રમ્યો હતો. વધુમાં લખ્યું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ નિવેદનને કારણે યુવી પણ ચર્ચામાં રહ્યો હતો.

હવે ચેન્નાઈ સામે પણ અભિષેકની ઈનિંગ પર યુવરાજ સિંહનું ટ્વીટ આવ્યું છે. યુવરાજ સિંહે ફરી એકવાર અભિષેકને એ જ ચેતવણી આપી છે જે તેણે મુંબઈ સામેની મેચ બાદ આપી હતી. યુવરાજે કહ્યું હું તમારી સાથે છું. તમે આજે પણ સારું રમ્યા, પરંતુ ફરી એકવાર ખોટો શોટ રમીને આઉટ થયા હતા. યુવરાજે બીજી વખત આ ચેતવણી આપી છે કે તે આઉટ થવા માટે ખોટો શોટ ફટકારી રહ્યો છે.

IPLની આ સિઝનમાં અભિષેકનું પ્રદર્શન

અભિષેક શર્માએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 161 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ 217.57ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 12 ફોર અને 15 શાનદાર સિક્સર ફટકારી હતી. મુશ્કેલીના સમયમાં જે રીતે તે પોતાની ટીમને સપોર્ટ કરી રહ્યો છે, જો તે આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો ટૂંક સમયમાં તેને ભારતીય ટીમમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

  • Follow us on: