• IPLની 17મી સિઝનના પહેલા ધોનીએ રહસ્મય પોસ્ટ કરી
  • IPL પહેલા એમએસ ધોનીની રહસ્મય પોસ્ટની ચોમેર ચર્ચા
  • CSK રુતુરાજ ગાયકવાડને સુકાની પદ સોંપે તેવી શક્યતા

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે તે IPL 2024માં નવી ભૂમિકાની રાહ જોઈ રહ્યો છે. જે બાદ ધોનીના ફેન્સના ધબકારા વધી ગયા છે. ચાહકો આ પોસ્ટને તેની કેપ્ટનશિપ સાથે જોડીને જોઈ રહ્યા છે. પાંચ વખતની IPL વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે 22 માર્ચે ચેપોકમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની પ્રથમ મેચ રમવાની છે, પરંતુ IPL 2024ની શરૂઆતના 18 દિવસ પહેલા ધોનીની આ પોસ્ટે ફેન્સની ચિંતા વધારી રહી છે.

જો ધોની સિઝનની મધ્યમાં કેપ્ટનશીપ છોડી દે તો તેની જગ્યાએ કોણ કેપ્ટનશીપ કરશે? મહેન્દ્ર સિંહ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવીન્દ્ર જાડેજાને 2022માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં જાડેજાએ સિઝનની મધ્યમાં સુકાની પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાણો ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કયા ત્રણ ખેલાડીઓ સંભાળી શકે છે.

રુતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ માટે પ્રથમ પસંદગી

જો મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં બેટ્સમેન તરીકે રમતો જોવા મળે છે, તો તે સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર રુતુરાજ ગાયકવાડ ધોની અને ફ્રેન્ચાઈઝીની પહેલી પસંદ બની શકે છે. વાસ્તવમાં રુતુરાજે 2023માં એશિયન ગેમ્સમાં ભારતની કપ્તાની સંભાળી હતી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યા હતા ત્યારે રુતુરાજ ગાયકવાડ પણ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હતા. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે ધોની બાદ રુતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી શકે છે.

અજિંક્ય રહાણે પણ કેપ્ટનશીપના ઉમેદવાર

ભારતીય ટીમમાં કેપ્ટનશિપનો અનુભવ ધરાવતો અજિંક્ય રહાણે પણ ધોની બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બનવાના ઉમેદવાર છે. અજિંક્ય રહાણેએ લાંબા સમય સુધી ભારતની કપ્તાની સંભાળી છે. આ સિવાય તેણે ટેસ્ટ, ODI અને T20 ક્રિકેટમાં પણ કેપ્ટનશિપ સંભાળી છે. જ્યારે રહાણેએ IPLમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની સંભાળી હતી. તમને જણાવી દઈએ કે અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું હતું.

રવિન્દ્ર જાડેજાને ફરીથી કેપ્ટનશીપ મળી શકે

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર કેપ્ટન તરીકે વિશ્વાસ કરી શકે છે. વાસ્તવમાં, 2022 માં, ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી, પરંતુ તેણે અડધી સિઝન પછી જ સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું અને કપ્તાની ફરી મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવામાં આવી હતી. જો કે CSK ફ્રેન્ચાઇઝી ફરી એકવાર જાડેજા પર કેપ્ટન તરીકે વિશ્વાસ ફરી શકે છે, તે જોવાનું રહે છે કે રવિન્દ્ર જાડેજા ફ્રેન્ચાઇઝીની પ્રથમ પસંદગી બને છે કે છેલ્લી.

  • Follow us on: