ગુજરાત ટાઈટન્સની આ IPLમાં ત્રીજી સિઝન છે અને અગાઉ બંને સિઝનમાં ટાઈટન્સની ટીમે તેની સિઝનની પ્રથમ મેચ જીતી હતી. હવે આ વખતે ટીમ જીતની હેટ્રિક સર્જવા ઉત્સુક છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લા 11 વર્ષથી સિઝનની પ્રથમ મેચ કડવા ઘૂંટડા સમાન રહી છે. મુંબઈ છેલ્લે 2012માં સિઝનની પ્રથમ મેચ જીત્યું હતુ. જોકે ત્યાર બાદ છેલ્લા 11 વર્ષમાં પ્રત્યેક સિઝનમાં પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડયો છે. હવે બંને ટીમો શ્રેણીમાં વિજયો શુભારંભ કરવા ઉત્સુક છે.
મુંબઈ ઈન્ડિયન્સને નવી શરૂઆતની આશા
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમ પણ સ્ટાર ખેલાડીઓની ભરમાર છે. કેપ્ટન્સીના ભારેથી હળવા થયેલા રોહિતની સાથે કિશનને ઓપનિંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતા પ્રબળ છે. મુંબઈની સફળતાનો આધાર બુમરાહ પર વિશેષ રહેશે. બેહરેન્ડફ અને મદુશંકાની ગેરહાજરી ટીમને પરેશાન કરશે. જોકે કોઈત્ઝી, ટીમ ડેવિડ, નાબી, શેફર્ડ, ઘુસારા, માફાકા અને વૂડ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કમાલ કરી શકે છે. ટીમમાં તિલકુવર્મા, ડેવાલ્ડ બ્રાવિસ, કુમાર કાર્તિકેયા ! મેચમાં હારનો જ સામનો કરવો પડયો માધવાલની સાથે ચાવલા, એસ. ગોપાલ, મુલાની, વાઢેરા અને શિવાલીક શર્મા જેવા ખેલાડીઓ પર પણ નજર રહેશે.
ગુજરાતના સ્ટાર્સ ફરી તૈયાર
શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ સંતુલિત અને સ્ટાર ખેલાડીઓથી ભરપૂર છે. વિલિયમસનની હાજરી બેટિંગને મજબુત બનાવશે. મીલર અને રાશિદ ખાનના દેખાવ પર પણ ટીમની સફળતાનો મોટો આધાર છે. હાર્દિકની સાથે શમીની ગેરહાજરી ટીમ માટે ફટકા સમાન છે. જોકે ઓલરાઉન્ડર ઓમરઝાઈ અને ફાસ્ટર સ્પેન્સર જોહન્સન પણ ગુજરાત તરફથી પ્રભાવ પાડવા માટે તૈયાર છે. સાઈ કિશોર અને સાઈ સુદર્શનની સાથે વિજય શંકર, એમ.શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા પર નજર રહેશે. સહા, ઉમેશ યાદવ, મોહિત શર્મા, જયંત યાદવ તેમજ માનવ સુથાર તેમજ નૂર અહમદ પણ નિર્ણાયક બની શકે. શુભમનની કેપ્ટન્સીએ સૌથી મોટું આકર્ષણ છે.
ગુજરાત ટીમના સંભવિત ખેલાડીઓ
ગીલ (C),સહા (WK),શંકર, વિલિયમસન, મીલર, રાશિદ, સાઈ સુદર્શન, શાહરૂખખાન, સ્પેન્સર જોહન્સન, મોહિત શર્મા, ઉમેશ યાદવ.
મુંબઈ ટીમના સંભવિત ખેલાડીઓ
રોહિત, કિશન (WK), બ્રાવિસ, તિલક વર્મા, ટીમ ડેવિડ, નાબી, કાર્તિકેયા, કોઈત્ઝી, માધવાલ, બુમરાહ, ચાવલા.