• IPL 2024 માટે દુબઈમાં સૌથી મોટી હરાજીનું આયોજન કરાયું
  • હૈદરાબાદે 6.8 કરોડ રૂપિયામાં હેડને પોતાની ટીમમાં સામેલ કર્યો
  • હૈદરાબાદે વોર્નરને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો

IPL 2024 માટે દુબઈમાં સૌથી મોટી હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં ઘણા ખેલાડીઓ પર કરોડોની બોલી લગાવવામાં આવી છે, જ્યારે ઘણા ખેલાડીઓ બેઝ પ્રાઈસ પર પણ વેચાયા નથી. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હૈદરાબાદે 6.8 કરોડ રૂપિયામાં હેડને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર હેડને અભિનંદન આપતી વખતે હૈદરાબાદને ટેગ કરી રહ્યો હતો, પરંતુ તેણે પછી જે જોયું તે ચોંકાવનારું હતું.

આ આખો વિવાદ કેમ થયો?

ડેવિડ વોર્નર 2018થી હૈદરાબાદ ટીમનો ભાગ હતો. તે હૈદરાબાદની કેપ્ટનશીપ કરતો હતો અને ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે સખત મહેનત કરતો હતો, પરંતુ વર્ષ 2021માં વોર્નરની કેટલીક શરતોને કારણે ફ્રેન્ચાઈઝી અને વોર્નર વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. આ પછી હૈદરાબાદે પહેલા વોર્નરને સુકાનીપદેથી હટાવ્યો અને પછી તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર રાખ્યો. જેના કારણે વિવાદ વધતો ગયો. ત્યારબાદ 2021 IPL બાદ હૈદરાબાદે વોર્નરને રીલીઝ કર્યો. દિલ્હીએ વોર્નરને 2022 IPL માટે ખરીદ્યો હતો.


વોર્નરે ખુદ પોસ્ટ કર્યા સ્ક્રીનશોટ

ટ્રેવિસ હેડ IPL ઓક્શનમાં હૈદરાબાદ સાથે જોડાયા પછી, ડેવિડ વોર્નર હૈદરાબાદને ટેગ કરીને અભિનંદન આપવા ગયો, પછી જોયું કે હૈદરાબાદે વોર્નરને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો હતો. વોર્નરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટમાં લખવામાં આવ્યું છે કે ટ્રેવિસ હેડની પોસ્ટને રિપોસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હૈદરાબાદે તેને બ્લોક કરી દીધો છે. આ પછી વોર્નરે હૈદરાબાદના ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો, જેમાં લખ્યું છે કે હૈદરાબાદે તમને બ્લોક કરી દીધા છે.


  • Follow us on: