- દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
- દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
- પથિરાનાએ હવામાં કૂદીને વોર્નરનો શાનદાર કેચ પકડ્યો
IPL 2024માં આજે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચમાં ઓપનિંગ જોડીએ દિલ્હીને શાનદાર શરૂઆત અપાવી હતી. આ મેચમાં પૃથ્વી શોએ દિલ્હીની ટીમમાં એન્ટ્રી કરી હતી અને પૃથ્વી ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. ડેવિડ વોર્નરે મેચમાં ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ પથિરાનાએ હવામાં કૂદીને વોર્નરનો એવો શાનદાર કેચ પક્ડયો કે આખું સ્ટેડિયમ દંગ રહી ગયું હતું.
વોર્નરની ઇનિંગ્સનો આણ્યો અંત
ડેવિડ વોર્નર આ મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો હતો અને તેણે દિલ્હી માટે શાનદાર ઇનિંગ પણ રમી હતી. આ મેચમાં ડેવિડે 35 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વોર્નર 52 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સામે મુસ્તફિઝુર બોલિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ ડેવિડ વોર્નરે પથિરાનાના રિવર્સ સ્વિપમાં ફોર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ પથિરાનાએ શાનદાર કેચ લઈને વોર્નરની ઈનિંગનો અંત લાવ્યો. ડેવિડ વોર્નરે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી.
વોર્નરે વિશેષ સિદ્ધિ હાંસલ કરી
આ મેચમાં ડેવિડ વોર્નરના નામે એક ખાસ સિદ્ધિ પણ નોંધાઈ છે. જે બાદ વોર્નર વિરાટ કોહલી અને શિખર ધવનની ઈલીટ ક્લબમાં સામેલ થઈ ગયો છે. ડેવિડ વોર્નરે પણ આ મેચમાં પોતાના 6500 IPL રન પૂરા કર્યા છે. ડેવિડ વોર્નરે મેચમાં 25 રન બનાવીને પોતાના 6500 રન પૂરા કર્યા. વોર્નર IPLમાં આટલા રન બનાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.