- દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
- દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
- આ મેચમાં દિલ્હીની ઓપનિંગ જોડી બદલાઈ ગઈ
IPL 2024માં 13મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં દિલ્હીની ટીમ બદલાયેલી દેખાઈ રહી છે. આ મેચમાં દિલ્હીની ઓપનિંગ જોડી બદલાઈ ગઈ છે. કારણ કે પૃથ્વી શૉ લાંબી રાહ જોયા બાદ દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
દિલ્હી કેપિટલ્સે છેલ્લી બે મેચ પૃથ્વી શો વિના રમી હતી અને દિલ્હીને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ-11માં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. પૃથ્વી શો અને ઈશાંત શર્માને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યા હતા. શૉની પ્રથમ 2 મેચમાં અવગણના કરવામાં આવી હતી. આ મેચોમાં મિચેલ માર્શે ડેવિડ વોર્નર સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.













