- 7મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટસમેનોએ 206 રન બનાવ્યા
- આ ખેલાડી IPLની આ સિઝન પછી સંન્યાસ લઈ શકે છે
- આ દરમિયાન ધોનીને બેટિંગ કરવાની તક ન મળી
MS ધોની 42 વર્ષના છે,42 વર્ષની વયે આ ખેલાડીએ એક એવો ચમત્કાર કરી બતાવ્યો છે જે ખરેખર ચોંકાવનારો છે. ધોનીએ IPL 2024 ની 7મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે અદભૂત કેચ લીધો હતો. આ કેચ એટલો શાનદાર હતો કે ટીકાકારો પણ ધોનીના પ્રશંસક બની ગયા.અને ધોનીના વખાણ કરવા લાગ્યા.
કેચી કેચ સૌની નજરમાં
ધોનીએ ઓલરાઉન્ડર ડેરેલ મિશેલના બોલ પર આ શાનદાર કેચ લીધો હતો. વિજય શંકરે મિશેલના બોલ પર ડ્રાઈવ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ બેટની બહારની કિનારી લઈને સ્લિપ તરફ ગયો. આ દરમિયાન ધોનીએ તેની જમણી તરફ જબરદસ્ત ડાઈવ લગાવી અને બોલ કેચ કર્યો. ધોનીનો આ કેચ શાનદાર હતો કારણ કે બોલ ખૂબ જ ઝડપથી સ્લિપ તરફ જતો હતો.આવા કેચમાં રિએક્શન ટાઈમ ઓછો હોય છે પરંતુ ધોનીએ તેને આસાન બનાવી દીધો હતો. આ કેચ પકડવા માટે ધોનીએ 2.27 મીટર લાંબો ડાઈવ લગાવ્યો, જે 42 વર્ષના ખેલાડી માટે ખૂબ જ વધારે છે. ધોનીની ફિટનેસ એટલી અદભુત છે કે તેને આ કેચ પકડવામાં કોઈ મુશ્કેલી ન પડી.
ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી
ધોનીએ આ સિઝનની શરૂઆત પહેલા જ કેપ્ટન્સી છોડી દીધી હતી. તેણે ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપી છે અને તે આખી ટીમનું નેતૃત્વ સારી રીતે કરી રહ્યો છે. જો કે ધોની પણ આમાં તેની મદદ કરી રહ્યો છે, પરંતુ ક્યાંકને ક્યાંક એવું માનવામાં આવે છે કે હવે આ ખેલાડી તેની છેલ્લી સિઝન રમી રહ્યો છે.