• IPLની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટકરાશે
  • RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પોતાનો વિચાર વ્યક્ત કર્યો
  • મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ભારતના મહાન ક્રિકેટરો: ડુપ્લેસિ

આજથી IPL 2024 શરૂ થઈ રહ્યું છે. આ સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો ટકરાશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ભારતના મહાન ક્રિકેટરોમાં સામેલ છે. IPL ઈતિહાસની બે શ્રેષ્ઠ ટીમો આમને-સામને ટકરાશે. તેથી, આ મેચ શાનદાર બનવા જઈ રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મોટો પડકાર...

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો હેડ ટુ હેડ ઓવરઓલ રેકોર્ડ દર્શાવે છે કે વિરાટ કોહલીની ટીમ ધોની સામે સંઘર્ષ કરી રહી છે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો 31 વખત સામસામે આવી છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 મેચ જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માત્ર 10 મેચ જીતવામાં સફળ રહી છે. આ સિવાય છેલ્લી 5 મેચ પર નજર કરીએ તો CSKને 4 મેચમાં સફળતા મળી છે. જ્યારે RCBએ 1 મેચ જીતી છે.


ચેપોકમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રેકોર્ડ ઘણો ખરાબ

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ચેપોકમાં રમાશે. આ મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રેકોર્ડ ઘણો ખરાબ છે. અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેપોક મેદાન પર માત્ર એક જ વાર જીત મેળવી છે. IPL 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 14 રનથી હરાવ્યું હતું. પરંતુ આ પછી RCB ટીમ આ મેદાન પર ક્યારેય CSK ને હરાવી શકી નથી.

  • Follow us on: