- RC બેંગ્લોરનો બેટસમેન વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં આગળ
- અત્યાર સુધી વિરાટ કોહલીએ 2 મેચમાં 49ની એવરેજથી 98 રન બનાવ્યા
- વિરાટ કોહલી પછી સેમ કુરન બીજા સ્થાને
અત્યાર સુધી IPL 2024 ની 7 મેચ રમાઈ છે. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સતત 2 જીત બાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટસમેન વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ 2 મેચમાં 49ની એવરેજથી 98 રન બનાવ્યા છે. આ પછી ઓરેન્જ કેપ રેસમાં પંજાબ કિંગ્સના સેમ કુરન બીજા સ્થાને છે. સેમ કુરેનના નામે 2 મેચમાં 43ની એવરેજથી 86 રન છે.
કયા બેટસમેનોનો દબદબો રહ્યો
ત્રીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સનો શિવમ દુબે છે. શિવમ દુબેએ 2 મેચમાં 85ની એવરેજથી 85 રન બનાવ્યા છે. શિવમ દુબેનો સાથી ખેલાડી રચિન રવિન્દ્ર 2 મેચમાં 83 રન સાથે ચોથા સ્થાન પર છે. આ પછી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પાંચમા નંબર પર છે. સંજુ સેમસનના નામે 1 મેચમાં 82 રન છે. આ રીતે ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી, સેમ કુરન, શિવમ દુબે, રચિન રવિન્દ્ર અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે.
મુસ્તાફિઝુર રહેમાન પર્પલ કેપ રેસમાં આગળ
જો આપણે પર્પલ કેપ એટલે કે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સના મુસ્તાફિઝુર રહેમાન ટોપ પર છે. આ બોલરે 2 મેચમાં 9.83ની એવરેજથી 6 વિકેટ પોતાના નામે કરી છે. આ પછી મુંબઈ ઈન્ડિયન્સનો જસપ્રીત બુમરાહ છે. જસપ્રીત બુમરાહના નામે 3 વિકેટ છે. મુસ્તાફિઝુર રહેમાન ઉપરાંત, પર્પલ કેપ રેસમાં ટોપ-5 બોલરોમાં જસપ્રીત બુમરાહ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા અને ટી. નટરાજન છે. જો કે, મુસ્તફિઝુર રહેમાન સિવાય અન્ય ચાર બોલરોની સમાન 3-3 વિકેટ છે.