- IPL 2024નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું
- BCCIએ 12 વર્ષ બાદ ચેન્નાઈમાં ફાઈનલનું કર્યું આયોજન
- એમએસ ધોની તેની છેલ્લી IPL મેચ ચેન્નાઈમાં રમી શકે
IPL 2024નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રથમ 21 મેચોનું શિડ્યુલ જાહેર કર્યું હતું. સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. BCCIએ 12 વર્ષ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે મોટો નિર્ણય લીધો છે.
CSKના ફેન્સને 12 વર્ષ પછી સારા સમાચાર
IPLની આ સીઝનની શરૂઆત પહેલા એમએસ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે આ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. બીજી તરફ, આ વખતે BCCIએ IPLની ફાઈનલ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજવાનું નક્કી કર્યું છે. ખાસ વાત એ છે કે IPLમાં 12 વર્ષ બાદ આ પ્રથમ વખત હશે જ્યારે ફાઈનલ મેચ ચેન્નાઈમાં રમાશે. અગાઉ અહીં IPL 2012ની ફાઈનલ મેચ યોજાઈ હતી. ત્યારબાદ કોલકાતાની ટીમનો વિજય થયો હતો.
ધોની તેની છેલ્લી IPL મેચ ચેન્નાઈમાં રમી શકે
CSK તેની છેલ્લી હોમ મેચ રાજસ્થાન રોયલ્સ સામે 12 મેના રોજ રમશે. જો CSK પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં થાય તો ઘરઆંગણે આ તેમની છેલ્લી મેચ હશે. બીજી તરફ, જો CSK ક્વોલિફાયર મેચ અથવા એલિમિનેટર મેચ માટે ક્વોલિફાય થાય છે, તો તે આ સિઝનમાં ફરી એકવાર ચેન્નાઈમાં રમતી જોવા મળી શકે છે.