- IPL 2024નો પ્રારંભ 22 માર્ચથી થયો છે
- ત્રણ દિવસમાં 2 ખેલાડીઓનું વધ્યું ટેન્શન વધ્યું
- T20 વર્લ્ડકપ 2024 આ ખેલાડીઓનું કપાશે પત્તુ
આજે IPL 2024નો ત્રીજો દિવસ છે, તમામ ટીમોએ એક-એક મેચ રમી છે. T20 વર્લ્ડકપ 2024ના દૃષ્ટિકોણથી ભારતીય ખેલાડીઓ માટે IPL 2024 ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટુર્નામેન્ટમાં જે ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરશે તેમની પસંદગી BCCI દ્વારા આગામી T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ માટે કરવામાં આવશે. પરંતુ ત્રણ દિવસમાં જ 2 ખેલાડીઓનું વધ્યું ટેન્શન વધી ગયું છે.
આ 2 ખેલાડીઓનું વધ્યું ટેન્શન
IPL 2024ની શરૂઆતમાં જ્યાં એક તરફ કેટલાક ખેલાડીઓએ ધમાકેદાર શરૂઆત કરી છે તો બીજી તરફ કેટલાક ખેલાડીઓ શરૂઆતથી જ ફ્લોપ રહ્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓ પોતપોતાની પ્રથમ મેચમાં ફ્લોપ સાબિત થયા હતા.
જ્યાં એક તરફ શ્રેયસ ઐયર પોતાની પ્રથમ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, તો ઈશાન કિશન પણ તેની પહેલી જ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. જે બાદ આ બંને ખેલાડીઓનું વધ્યું ટેન્શન વધી ગયું છે. જો આ સિઝનમાં ઈશાન અને ઐયરનું પ્રદર્શન એવું જ રહ્યું તો આ બંને ખેલાડીઓ માટે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ બની જશે.
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર
થોડા દિવસો પહેલા BCCIએ ખેલાડીઓની નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી હતી. જેના કારણે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, આ બંને ખેલાડીઓને BCCI દ્વારા ઘરેલુ ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ આ બંને ખેલાડીઓએ BCCIના આદેશની અવગણના કરી હતી. જે બાદ BCCIએ ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સજા તરીકે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા હતા.