- RCB ગુજરાત ટાઇટન્સ સામે 9 વિકેટે જીત મેળવી
- RCBએ ગુજરાત સામે 201 રનનો ટાર્ગેટ કર્યો સામેલ
- કોહલીએ તેના ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
રોયલ ચેલેન્જર્સ બેગલુરુ ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર જીત મેળવી હતી. RCBએ ગુજરાત સામે 201 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો છે. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. આ મેચમાં પણ ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. કોહલીએ આ મેચમાં માત્ર 44 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. આ મેચ બાદ વિરાટ કોહલીએ પોતાની સ્ટ્રાઈક રેટને લઈને મોટું નિવેદન આપ્યું છે. IPLની આ સિઝનમાં કોહલીના સ્ટ્રાઈક રેટ પર સવાલો ઉભા થયા છે, હવે પહેલીવાર કોહલીએ તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
વિરાટે સ્ટ્રાઈક રેટ પર પોતાનું મૌન તોડ્યું
ગુજરાત સામેની જીત બાદ વિરાટ કોહલીએ પોતાના સ્ટ્રાઈક રેટને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ કહ્યું કે કેટલાક લોકો મારા સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવે છે. તેઓ વાત કરે છે કે હું સ્પિન સારી રીતે રમી શકતો નથી, પરંતુ જ્યારે હું મેદાન પર હોઉં છું ત્યારે મારું ધ્યાન માત્ર મેચ જીતવા પર હોય છે વ્યક્તિગત રેકોર્ડ બનાવવા પર નહીં. તેણે વધુમાં કહ્યું કે ઘણા લોકો એવા છે જે રૂમની અંદર બેસીને મારા સ્ટ્રાઈક રેટની મજાક ઉડાવે છે, પરંતુ જે અહીં રમી રહ્યો છે તે જ કહી શકે છે કે મેદાન પર શું થઈ રહ્યું છે. અંદર બેસીને કોઈ વિષય પર વાત કરવી એકદમ સરળ છે, પણ વાસ્તવિકતા કંઈક બીજી જ છે. આ રીતે પહેલીવાર વિરાટ કોહલીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
એક અનોખો રેકોર્ડ નોંધાયો
વિરાટ કોહલીએ ગુજરાત સામે પણ શાનદાર ઇનિંગ રમી છે. વિરાટે આજે 70 રનની ઇનિંગ રમી છે. આ સાથે કિંગ કોહલીએ IPL 2024માં પોતાના 500 રન પૂરા કરી લીધા છે. ઓરેન્જ કેપ હજુ પણ વિરાટ કોહલી પાસે છે. વિરાટ કોહલી આ સિઝનમાં અત્યાર સુધી 500 પ્લસ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. એટલું જ નહીં, વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ વખત 500 પ્લસ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરની બરાબરી કરી લીધી છે. હવે કોહલી અને વોર્નર બંને IPLમાં 7 વખત 500 પ્લસ સ્કોર કરનાર બેટ્સમેન બની ગયા છે.