- ગુજરાત ટાઈટન્સ સામે RCBની 9 વિકેટે જીત
- વિલ જેક્સે 41 બોલમાં 100* રનની ઈનિંગ રમી
- વિલ જેક્સે રાશિદ ખાનની ખૂબ જ ધોલાઈ કરી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટ્સમેન વિલ જેક્સે અમદાવાદના સ્ટેડિયમમાં એવી તબાહી મચાવી કે ગુજરાતના બોલરો દંગ રહી ગયા હતા. રવિવારે રમાયેલી IPLની 45મી મેચમાં જેક્સે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને 41 બોલમાં 5 ચોગ્ગા-10 છગ્ગા ફટકાર્યા અને 243.90ના સ્ટ્રાઈક રેટથી અણનમ 100 રન બનાવ્યા હતા.વિલ જેક્સે 16મી ઓવરમાં રનની સુનામી લાવી હતી. તેણે રાશિદ ખાનની એક ઓવરમાં 29 રન બનાવ્યા હતા. આ જોઈને વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો. કોહલીની આ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
જેક્સે રાશિદ ખાનની કરી ધોલાઈ
વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને હંફાવનાર રાશિદ ખાનની વિલ જેક્સે ધોલાઈ કરી હતી. બીજા અને ત્રીજા બોલ પર સિક્સર, ચોથા બોલ પર ફોર, પાંચમા અને છઠ્ઠા બોલ પર સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં રાશિદે 29 રન આપ્યા હતા. છેલ્લી ફોર સાથે, જેક્સે ન માત્ર તેની સદી પૂરી કરી, પરંતુ RCBને 24 બોલમાં 9 વિકેટે શાનદાર જીત અપાવી.
વિરાટ કોહલીની પ્રતિક્રિયા વાયરલ
રાશિદ ખાનને પીટતા જોઈને વિરાટ કોહલીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જેક્સે પહેલા સિક્સ ફટકારતા જ કોહલીએ મોં પર હાથ રાખ્યો અને હસવા લાગ્યો. આ પછી જેક્સે વિનિંગ સિક્સ ફટકારતાની સાથે જ કોહલી ઉત્સાહિત થઈ ગયો અને આક્રમકતા સાથે ઉજવણી કરી. કોહલીએ જેક્સને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.