- દેશભરમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
- હોળીના તહેવાર પર મુંબઈ દ્વારા એક કાર્યક્રમનું આયોજન
- હાર્દિક પંડ્યાએ રિતિકા સજદેહને હોળીની શુભેચ્છા પાઠવી
આજે દેશભરમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ હોળીના રંગોમાં સજેલી જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ આજે ઉત્સાહ સાથે હોળી રમી હતી. હોળીના તહેવાર પર મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમના ખેલાડીઓએ એકબીજાને રંગો લગાવીને હોળી રમી હતી. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સાથે હોળી રમતા જોવા મળ્યો હતો.
હાર્દિકે રીતિકાને ગળે લગાવી
આ હોળી કાર્યક્રમમાં રોહિત શર્મા ઉત્સાહ સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. રોહિતે રંગો અને પાણીથી હોળી રમી હતી. હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક પંડ્યા રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સાથે હોળી રમતા જોવા મળે છે. આ દરમિયાન હાર્દિક રોહિતની પત્ની રિતિકા અને તેની પુત્રીને હોળીની શુભેચ્છા પાઠવતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર ઘણા સમયથી વિવાદ
જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. કેટલાક યુઝર્સ માને છે કે હાર્દિક અને રોહિત વચ્ચે કંઈ જ સારું ચાલી રહ્યું નથી. વાસ્તવમાં હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવતા ચાહકો ખૂબ નારાજ હતા. અત્યારે પણ સોશિયલ મીડિયા પર ચાહકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ હાર્દિકને ટ્રોલ કરતા રહે છે.
મેચ હાર્યા બાદ હાર્દિક ટ્રોલ થયો
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે તેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી. હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ વખત IPLમાં પ્રવેશ કર્યો હતો અને તેની પહેલી જ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો હતો.