• ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે સંપૂર્ણ ફિટ
  • હાર્દિકએ ડીવાય પાટિલ T20 કપમાં કરી વાપસી
  • હાર્દિક ODI વર્લ્ડકપ 2023માં થયો હતો ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને મેદાનમાં પરત ફર્યો છે. હાલમાં ડીવાય પાટિલ T20 કપમાં હાર્દિક પંડ્યા રિલાયન્સ-1ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યા યુટ્યુબર અનુરાગ ડોભાલ સાથે શૂટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યાને એવું કહેતા સાંભળવામાં આવ્યા કે ક્રિકેટ એક સંપૂર્ણ ટીમની રમત છે અને કોઈ એક ખેલાડીથી મેચ જીતી શકાતી નથી. આખી ટીમ એક ખેલાડી કરતાં વધુ મહત્વની છે. 

હાર્દિકને પ્રથમ ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ યાદ

પોતાના પ્રથમ IPL 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ વિશે વાત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું કે જ્યારે હું પહેલીવાર IPLમાં 'મેન ઓફ ધ મેચ' બન્યો ત્યારે મેં વિચાર્યું હતું કે એવોર્ડથી મને જે પૈસા મળશે તેની હું ખરીદી કરીશ. તે સમયે મને 10 લાખ રૂપિયા મળ્યા હતા અને મેં વિચાર્યું કે જે પણ રોકડ પુરસ્કાર હશે તે મને મળશે. પછી મને ખબર પડી કે ટીમમાં રોકડ પુરસ્કાર વહેંચવામાં આવે છે.

હાર્દિક પંડ્યાએ વર્ષ 2015માં તેની પ્રથમ IPL સિઝન રમી હતી. આ દરમિયાન ચેન્નાઈ સાથે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ 8 બોલમાં 21 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે હાર્દિકને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. હવે ફરી એકવાર હાર્દિક IPL 2024માં રમતો જોવા મળશે. ઈજાના કારણે હાર્દિક લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર હતો.

હાર્દિક વર્લ્ડકપમાં થયો ઈજાગ્રસ્ત

વાસ્તવમાં, ODI વર્લ્ડકપ 2023 દરમિયાન બાંગ્લાદેશ સાથે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હાર્દિક આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ હવે હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ છે અને મેદાનમાં પાછો ફર્યો છે. આ પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ તરફથી મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. એટલું જ નહીં, મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024ની સીઝન પહેલા હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન પણ બનાવ્યો છે. હવે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમતી જોવા મળશે.

  • Follow us on: