- જોની બેરેસ્ટો ધર્મશાળામાં તેની કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે
- ભારત સામેની સીરિઝમાં જોની બેરેસ્ટોનું ખરાબ પ્રદર્શન
- આ સીરિઝમાં અત્યાર સુધી માત્ર 140 રન જ બનાવી શક્યો છે
ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટો ધર્મશાળામાં ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. જોની બેરસ્ટોને ધર્મશાલમાં તેની 100મી ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેડમ મેક્કુલમનો સપોર્ટ મળ્યો છે. મેક્કુલમનું માનવું છે કે બેરસ્ટોએ રાંચીમાં ફોર્મમાં પરત ફરવાના સંકેતો દર્શાવ્યા છે અને ટીમ તેને ધર્મશાળામાં 100મી ટેસ્ટ રમવા માટે સમર્થન આપી રહી છે. જોકે, બેરસ્ટો આ સીરિઝમાં અત્યાર સુધી માત્ર 140 રન જ બનાવી શક્યો છે.
બેરેસ્ટોને કોચનું મળ્યું સમર્થન
મેક્કુલમે કહ્યું, "આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે." જોની બેરસ્ટોની વાર્તા તો દરેક જણ જાણે છે. જોની એક લાગણીશીલ વ્યક્તિ છે અને આ તેના માટે એક ખૂબ જ મોટો માઈલસ્ટોન હશે. આ માઈલસ્ટોન કોઈપણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેરસ્ટો ખૂબ જ મજબૂત લાગે છે. અમે જાણીએ છીએ કે બેરસ્ટો જેવો ખેલાડી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાથી ઘણો દૂર નથી.
બેરસ્ટોને સંપૂર્ણ ટેકો મળ્યો
મેક્કુલમે વધુમાં કહ્યું કે, મને બેયરસ્ટો વિશે કોઈ શંકા નથી. અમે જાણીએ છીએ કે બેરસ્ટોએ શું ભૂમિકા ભજવી છે. બેરસ્ટોએ ટીમમાં યોગદાન આપ્યું છે. બેરસ્ટો ઈંગ્લેન્ડ તરફથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. બેરસ્ટો એક ઉચ્ચ ગુણવત્તાનો ક્રિકેટર છે અને તેની પાસે કોઈપણ પરિસ્થિતિમાં પ્રદર્શન કરવાની ક્ષમતા છે. મને વિશ્વાસ છે કે બેરસ્ટો શાનદાર પ્રદર્શન કરશે.
ભારતમાં બેરસ્ટોનું ખરાબ પ્રદર્શન
બેરસ્ટો ઈંગ્લેન્ડના બેઝબોલ યુગનો મહત્વપૂર્ણ ખેલાડી છે. પરંતુ બેરસ્ટોનું બેટ છેલ્લી કેટલીક મેચોથી કામ કરી રહ્યું નથી. જોકે હવે એ નિશ્ચિત છે કે તેના ખરાબ ફોર્મ છતાં બેરસ્ટોને વધુ એક ટેસ્ટ રમવાની તક મળશે. જોકે, ઈંગ્લેન્ડ પહેલા જ ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝ 1-3થી હારી ચૂક્યું છે. છેલ્લી ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા પર રહેશે.