- IPL 2024 માટે તૈયારી શરૂ કરવામાં આવી
- તમામ ટીમોએ રિટેન અને રિલીઝ ખેલાડીની યાદી જાહેર કરી
- રચિન રચિન્દ્ર પણ IPL 2024માં રમતો જોવા મળશે
ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ તાજેતરમાં રમવામાં આવેલા વનડે વર્લ્ડકપ 2023માં ખુબ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરના બેટથી 3 સદી જોવા મળી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો ચોથો બેટ્સમેન હતો. હવે જાણકારી સામે આવી કે, IPL 2024 માટે થનારા ઓક્શન માટે રચિન રવિન્દ્રની બેસ પ્રાઈઝ સેટ કરી છે.
50 લાખ રૂપિયા બેસ પ્રાઈઝ નક્કી કરાઈ
મળતી માહિતી મુજબ, IPL 2024 માટે થનારા ઓક્શન માટે રચિન રવિન્દ્રની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, આ બેસ પ્રાઈઝ સાથે તેની બોલી કેટલી લાગે છે અને કઈ ટીમ તેને ખરીદે છે. 24 વર્ષિય રચિનના પિતા બેંગાલુરૂના રહેવાસી હતી. આવી સ્થિતિમાં બેંગલોરની ટીમ તેને ખરીદશે કે નહીં તે જોવા જેવું છે.
વનડે વર્લ્ડકપ 2023માં કર્યો હતો કમાલ
રચિને 2023માં પોતનો પ્રથમ વનડે વર્લ્ડકપ રમ્યો હતો. જેમાં રચિને કમાલ કરીને 10 મેચની 10 ઈનિંગમાં 64.22ની એવરેજ અને 106.45ના સ્ટ્રાઈક રેટથી 578 પન બનાવ્યા હતા. આ દરમિયાન રચિને 3 સદી ફટકારીને તમામનું દિલ જીત્યું હતું. આ ખેલાડીએ વર્લ્ડકપમાં 55 ફોર અને 17 સિક્સ પણ ફટકારી હતી. પોતાના પ્રથમ વર્લ્ડકપમાં જ રચિને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
આવું રહ્યું રચિનનું આંતરરાષ્ટ્રીય કરિયર
ઉલ્લેખનીય છે કે, રચિન ન્યૂઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમે છે. સપ્ટેમ્બર 2021માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનારા રચિન રવિન્દ્રએ અત્યાર સુધી 3 ટેસ્ટ, 22 વનડે અને 19 T-20 મેચ રમી છે. રચિને ટેસ્ટ મેચમાં 73 રન બનાવ્યા છે. આ ઉપરાંત વનડેની 18 ઈનિંગમાં 45.11ની એવરેજથી 767 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 3 ફિફ્ટી સામેલ છે. સાથે T-20 આંતરરાષ્ટ્રીયમાં રચિને 145 રન બનાવ્યા છે.