• કોલકતાનો રાજસ્થાન રોયલ્સ સામે 2 વિકેટે પરાજય
  • જોસ બટલરે એકલા હાથે મેચની દિશા બદલી નાખી
  • શ્રેયસ ઐયરને સ્લો ઓવર રેટ માટે 12 લાખનો દંડ

કોલકાતા નાઈટ રાઈડર્સને રાજસ્થાન રોયલ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. KKR આ મેચ સરળતાથી જીતી શક્યું હોત, પરંતુ જોસ બટલરે એકલા હાથે મેચની દિશા બદલી નાખી હતી. શ્રેયસ ઐયરની કપ્તાનીવાળી KKRને આ સિઝનમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારને કારણે કોલકાતાની મુસીબતો પહેલાથી જ ઘણી વધી ગઈ હતી. હવે KKRના કેપ્ટનને વધુ એક આંચકો લાગ્યો છે. શ્રેયસ ઐયર પર પણ એક ભૂલના કારણે એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે. આ માત્ર કોલકાતા માટે જ નહીં પરંતુ તેના કરોડો ચાહકો માટે પણ મોટો ફટકો હશે.

આ 3 ખેલાડીઓની વધી શકે મુશ્કેલી

IPL 2024ની 31મી મેચ ઈડન ગાર્ડન્સ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. તે હાઈ સ્કોરિંગ મેચ હતી, જેમાં કોલકાતાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે KKRએ પણ 2 મહત્વના પોઈન્ટ ગુમાવ્યા છે. આ હાર બાદ શ્રેયસ ઐયર પર પણ પ્રતિબંધનો ખતરો છે. ઐયર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં સ્લો ઓવર રેટના કારણે ઐયર પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર પણ આ દંડ લગાવવામાં આવ્યો છે. હવે ઐયરે પણ આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. નિયમ અનુસાર, જો ઐયર વધુ બે વખત સ્લો ઓવર રેટમાં પકડાશે તો તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવશે.

પંત માટે સૌથી મુશ્કેલ

રિષભ પંત આ પહેલા પણ બે વખત સ્લો ઓવર રેટ માટે દંડ થઈ ચૂક્યો છે. જો તે વધુ એક વખત સ્લો ઓવર રેટમાં પકડાશે તો તેના પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવશે. જો કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ મુકવામાં આવે તો તે ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આથી કોલકાતા નાઈટ રાઈડર્સને હાર સાથે બેવડો ફટકો પડ્યો છે. પહેલા KKRના 2 પોઈન્ટ્સ ગુમાવ્યા અને હવે કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. KRRને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પોઈન્ટ ટેબલમાં કોલકાતા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ઐયરની સેના આ IPL સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે જેમાંથી તેણે 4 મેચ જીતી છે.


  • Follow us on: