- ધોની તેમના અને દેશના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છેઃ કેએલ રાહુલ
- ત્રણેય ફોર્મેટમાં રાહુલને ધોની પાસેથી ભારતની કેપ મળી છે
- ધોની સાથે ક્રિકેટ રમવું અને જીત અને હાર સૌથી ખાસ પળ છે
લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે આઈપીએલ 2024માં શુક્રવારે ખાસ મેચ રમાઈ હતી. આ મેચ માટે બંને ટીમો લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર છે. ફેન્સ બંને ટીમની વચ્ચે એક રોમાંચક મેચની આશા હતી. કેએલ રાહુલની કેપ્ટનશીપમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન આ સીઝનમાં ખાસ રહ્યું નથી. ટીમને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવ લખનૌ સુપર જાયન્ટ્સની સામે જ્યારે ચેન્નઈ રમી ત્યારે કેએલ રાહુલે ધોની સાથેની કેટલીક ખાસ પળો શેર કરી અને સાથે એ પણ જણાવ્યું કે એમએસ ધોનીને તેઓ ખાસ ઈજ્જત કેમ આપે છે.
શું કહ્યુ કેએલ રાહુલે
કેએલ રાહુલે શુક્રવારે લખનૌમાં 5 વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની સાથે મેચ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની સાથે વીતાવેલા પળોને યાદ કર્યા. તેઓએ કહ્યું કે રાહુલે સ્વીકાર કર્યો કે ધોની તેમના અને દેશના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેમની સૌથી યાદગાર યાદ એ છે કે તે ત્રણેય ફોર્મેટમાં ધોની પાસેથી ભારતની કેપ મેળવી ચૂક્યા છે. કેએલ રાહુલે કહ્યું કે એમએસ ધોની મારાા માટે નહીં પણ દેશ માટે ખાસ છે. ધોનીની સાથે મેં જે પળ વીતાવ્યા છે તે ખાસ છે. મને તમામ ટેસ્ટ, વનડે અને ટી20 કેપ તેમની પાસેથી મળી છે. તે ટીમના કેપ્ટન હતા અને તેમની પાસેથી તેને મેળવવી એ ખાસ પળોમાં સૌથી વિશેષ રહી છે. તેમની સાથે ક્રિકેટ રમવું અને જીત અને હાર પણ સૌથી ખાસ પળ રહી છે.
આઈપીએલમાં થઈ રોમાંચક ટક્કર
આઈપીએલ 2024ની આગામી મેચમાં રાહુલની ટીમ ઈકાના સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમી હતી. આ સમયે આ 6 મેચમાં 8 અંકની સાથે હેડ ટુ હેડમાં તે ત્રીજા નંબરે છે. જ્યારે એલએસજી 6 અંક સાથે છઠ્ઠા નંબરે છે. બંને ટીમની વચ્ચે નજીકનું અંતર રહ્યું છે. બંને ટીમોએ આઈપીએલમાં 3 મેચ રમી છે. અહીં સુપર કિંગ્સ અને લખનૌએ 1-1 મેચ જીતી છે તો 1 મેચ વરસાદના કારણે કેન્સલ થઈ હતી.