- વિકેટકીપરના રૂપમાં 5169 રન કરનારા એકમાત્ર ભારતીય ખેલાડી બન્યા
- મેચમાં 9 બોલમાં 28 રન બનાવી બનાવી દીધો રેકોર્ડ
- IPLમાં સૌથી વધુ રન બનાવનારા છઠ્ઠા નંબરના ખેલાડી છે ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન થાલા એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર ભલે 42 વર્ષની હોય પણ ક્રિકેટ માટેનો તેમનો જોશ ઘટ્યો નથી. આ કારણ છે કે એમએસ ધોની આ ઉંમરે પણ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આઈપીએલ 2024માં તેમની બેટિંગ સતત કમાલ કરી રહી છે. શુક્રવારે પણ લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સની સામે ધોનીએ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.
વિકેટકીપરના રૂપમાં 5000 રન પૂરા કરનારા ખેલાડી બન્યા
એમએસ ધોની આઈપીએલમાં વિકેટકીપરના રૂપમાં 5000 રન પૂરા કરનારા એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયા છે. આ સાથે હવે તે આઈપીએલમાં વિકેટકીપરના રૂપમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી પણ બન્યા છે. તેઓએ 9 બોલમાં 28 રન બનાવીને આ નવો રેકોર્ડ બનાવી દીધો છે. એમએસડીની સાથે સાથે સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
એબી ડી વિલિયર્સે આઈપીએલમાં 5162 રન બનાવ્યા
ઉલ્લેખનીય છે કે એબી ડી વિલિયર્સે આઈપીએલમાં 5162 રન બનાવ્યા હતા. ધોનીએ તેને પાછળ છોડી દીધો છે. ધોનીએ 257 મેચની 223 ઇનિંગ્સમાં 5169 રન બનાવ્યા છે. એબી ડી વિલિયર્સ અત્યાર સુધી એકમાત્ર એવો વિકેટકીપર હતો જેણે આઈપીએલમાં વિકેટકીપર તરીકે 5000 રન પૂરા કર્યા હતા. હવે આ યાદીમાં ધોની પણ સામેલ થઈ ગયો છે. આ સાથે ધોની 40 વર્ષની ઉંમરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે 500થી વધુ રન બનાવ્યા છે. આ મામલે તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે 481 રન બનાવ્યા છે.
IPLમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન
આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે એમએસ ધોની હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ધોનીથી ઉપર સુરેશ રૈના (5528 રન), રોહિત શર્મા (6508 રન), ડેવિડ વોર્નર (6563 રન), શિખર ધવન (6769 રન) અને વિરાટ કોહલી (7624 રન) છે.
નાની પરંતુ અસરકારક ઇનિંગ્સ
ધોની આ દિવસોમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે એક પછી એક શાનદાર ઇનિંગ્સ રમી છે. આ સિઝનમાં ભલે તેનું બેટ નાની ઇનિંગ્સ રમી રહ્યું હોય, પરંતુ તે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યું છે. સાત મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 255થી વધુ છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં તેણે 9 બોલમાં 3 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. 311.11ના સ્ટ્રાઈક રેટથી અણનમ 28 રન બનાવ્યા હતા. ધોનીના આ શાનદાર ફોર્મને જોઈને તેને જૂનમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં રમવાને લઈને માંગ ઉઠવા લાગી છે.