• મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં MI Vs CSKની જામશે જંગ
  • ધોનીએ આ મેદાન પર વનડે વિશ્વ કપ 2011ની વિનિંગ સિક્સ લગાવી હતી
  • પ્રીમિયર લીગમાં ધોનીએ 255 મેચ રમીને 5121 રન બનાવ્યા છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 29મી મેચમાં આજે 5-5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સથી થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. ધોનીએ આ મેદાન પર વનડે વિશ્વ કપ 2011ની વિનિંગ સિક્સ લગાવી હતી. તો આજે પણ શક્ય છે કે ધોની ખાસ ઈતિહાસ રચી શકે છે. તેમની પાસે એબી ડિવિલિયર્સને પાછળ છોડવાનો અવસર છે.

ધોનીએ બનાવ્યા છે 5121 રન

ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 255 મેચ રમી છે. આ સીઝનમાં 221 ઈનિંગમાં તેઓએ 39.09ની સરેરાશથી 136.19 ના સ્ટ્રાઈક રેટથી 5121 રન બનાવ્યા છે. આ સાથે તેઓએ 24 ફિફ્ટી લગાવી છે. લીગમાં તેમનો સ્કોર 84 રહ્યો છે. તેઓ આઈપીએલમાં 7મા સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે. આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે એબી ડિવિલિયર્સ છે. એબીએ આઈપીએલના 184 મેચની 170 ઈનિંગમાં 5162 રન બનાવ્યા છે. એવામાં ધોની આજે 42 રન બનાવશે તો ડિવિલિયર્સનો રેકોર્ડ તોડી શકે છે.

IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

  • વિરાટ કોહલી- 7582 રન
  • શિખર ધવન- 6769 રન
  • ડેવિડ વૉર્નર - 6563 રન
  • રોહિત શર્મા - 6367 રન
  • સુરેશ રૈના - 5528 રન
  • એબી ડિવિલિયર્સ - 5162 રન
  • મહેન્દ્ર સિંહ ધોની - 5121 રન

 

ધોનીએ રમી સૌથી વધુ મેચ

મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં સૌથી વધારે મેચ રમનારા ખેલાડી છે. તેઓએ લીગમાં અત્યાર સુધી 255 મેચ રમી છે. આ લિસ્ટમાં બીજા નંબરે સંયુક્ત રીતે દિનેશ કાર્તિક અને રોહિત શર્મા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે વિરાટ કોહલી, ચોથા નંબરે રવિન્દ્ર જાડેજા અને પાંચમા નંબરે શિખર ધવન છે.

  • મહેન્દ્ર સિંહ ધોની - 255 મેચ
  • દિનેશ કાર્તિક - 248 મેચ
  • રોહિત શર્મા - 248 મેચ
  • વિરાટ કોહલી - 243 મેચ
  • રવિન્દ્ર જાડેજા- 231 મેચ
  • શિખર ધવન -222 મેચ

  • Follow us on: