• KKRએ જેસન રોયના સ્થાને ખેલાડીની જાહેરાત કરી
  • જેસન રોયે અંગત કારણોસર IPL 2024માંથી બહાર
  • ફિલ સોલ્ટને જેસન રોયના સ્થાને ટીમમાં સામેલ કર્યો

IPL 2024ની શરૂઆત પહેલા બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે જેસન રોયના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. ખરેખર, જેસન રોયે અંગત કારણોસર IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જે બાદ KKRને એક એવા ખેલાડીની જરૂર હતી જે ટીમમાં મજબૂત બેટ્સમેન જેસન રોયની જગ્યાને ભરી શકે. જે બાદ હવે KKR ને તે ખેલાડી મળી ગયો છે.

કેકેઆરને જેસન રોયની જગ્યાએ મળ્યું સ્થાન

IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે ફિલ સોલ્ટને જેસન રોયના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ એ જ ફિલ સોલ્ટ છે જે IPL 2023માં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો અને IPL 2024 ની હરાજીમાં વેચાયા વગરના રહ્યો હતો. ફિલ સોલ્ટની છેલ્લી સીઝન કંઈ ખાસ ન હતી, ત્યારપછી દિલ્હીએ આ ખેલાડીને IPL 2024ની હરાજી પહેલા રીલીઝ કર્યો હતો. IPLની વેબસાઈટ પરના નિવેદન અનુસાર, ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેનને KKR દ્વારા તેની રિઝર્વ કિંમત 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

IPL 2024 માટે KKRની સંપૂર્ણ ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, ફિલ સોલ્ટ, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ અય્યર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કેએસ ભરત, ચેતન સાકરિયા, મિચેલ સ્ટાર્ક, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, દુષ્મંથા ચમીરા, સાકિબ હુસૈન.

  • Follow us on: