- મુંબઈ ઈન્ડિયન્સ મેચ જીતવાના કરશે પ્રયાસ
- આજે લખનૌના સ્ટાર બોલરની થશે વાપસી
- મેદાન પર બોલિંગથી ધૂમ મચાવતો જોવા મળશે
આઈપીએલ 2024માં આજે 48મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલમાં જ્યાં લખનૌની ટીમ 5મા નંબરે છે તો મુંબઈ 9મા નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સ મેચ જીતીને પ્લેઓફની આશાને જીવંત રાખવા ઈચ્છે છે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમની મુશ્કેલી વધારવા માટે લખનૌનો એક ખતરનાક ખેલાડી ટીમમાં પરત આવ્યો છે. જે આજે મેદાન પર રમતો જોવા મળી શકે છે.
સંપૂર્ણ રીતે ફિટ છે મયંક યાદવ
લખનૌ સુપર જાયન્ટ્સના યુવા બોલર મયંક યાદવની અનેક મેચ બાદ ટીમમાં વાપસી થઈ છે. આ સીઝનમાં મયંકે પોતાની ખાસ બોલિંગથી તમામને પ્રભાવિત કર્યા છે. બીજી ઈન્જરીના કારણે મયંક ટીમથી બહાર થયા હતા પણ હવે તે સંપૂર્ણ રીતે ફિટ થઈને મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચ રમવા માટે તૈયાર છે. ટીમના બોલર કોચ મોર્ને મોર્કલે જાણકારી આપતા કહ્યું કે મયંક યાદવે તમામ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધા છે અને તે હવે ફિટ છે. તેમની ટીમમાં વારસી બાદ અમે ઉત્સાહિત છીએ.
આઈપીએલ 2024માં રહ્યું શાનદાર પ્રદર્શન
મયંક યાદવ આ વખતે પહેલી આઈપીએલ સીઝન રમી રહ્યા છે. 2024ના ઓક્શનમાં લખનૌ સુપર જાયન્સે મયંક પર ભરોસો કર્યો છે. અત્યાર સુધી આઈપીએલ 2024માં મયંકે કમાલનું પ્રદર્શન કર્યું છે. મયંકે આ સીઝનમાં ફાસ્ટ બોલિંગ પણ કરી છે. એક મેચમાં 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. ત્યારથી આ સીઝનમાં મયંક 6 વિકેટ પોતાના નામે કરી ચૂક્યા છે. હવે એકવાર ફરી ટીમને મયંક પાસે શાનદાર પરફોર્મન્સની આશા રહેશે.