• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જુનથી થશે
  • BCCI 1 મેના રોજ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે
  • CSKનો કપ્તાન રૂતુરાજ ગાયકવાડ શાનદાર ફોર્મમાં છે

IPL 2024 દરમિયાન તમામ ટીમોની ટીમો ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર BCCI 1 મેના રોજ ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ કરી શકે છે. પરંતુ તે પહેલા, દરરોજ કોઈને કોઈ પૂર્વ ભારતીય ક્રિકેટર પોતાના મત મુજબ 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી રહ્યા છે. વીરેન્દ્ર સેહવાગથી લઈને ઝહીર ખાને પોતપોતાની ટીમ જાહેર કરી છે.

જેમાં આ દિગ્ગજોએ ઘણા IPL સ્ટાર્સને સામેલ કર્યા છે જે આ સિઝનમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. એક એવો ખેલાડી છે જેનું નામ હજુ સુધી કોઈની ફેવરિટ 15 સભ્યોની ટીમમાં જોવા મળ્યું નથી. આવી સ્થિતિમાં હવે ચાહકો પણ આ ખેલાડીને T20 વર્લ્ડકપ 2024માં રમતા જોવા માંગે છે.

CSKનો કેપ્ટન શાનદાર ફોર્મમાં

IPL 2024માં આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડના હાથમાં છે. ગાયકવાડ માટે અત્યાર સુધી આ સિઝન ઘણી સારી રહી છે. IPL 2024માં ગાયકવાડ ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રુતુરાજ બીજા સ્થાને છે. ગાયકવાડે 9 મેચમાં 149ના સ્ટ્રાઈક રેટથી 447 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 48 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા છે. આ સિઝનમાં ગાયકવાડે સદી પણ ફટકારી છે અને IPLમાં ચેન્નાઈ માટે સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન પણ બની ગયો છે.

ગાયકવાડ હૈદરાબાદ સામે સદી ચૂકી ગયો હતો

IPL 2024ની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 212 રન બનાવ્યા હતા. છેલ્લી મેચની જેમ આ મેચમાં પણ CSKના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં, ગાયકવાડ આ સિઝનની તેની બીજી સદી 2 રનથી ચૂકી ગયો હોવા છતાં, તેની 98 રનની ઇનિંગ્સ સાથે ગાયકવાડે CSKની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ગાયકવાડે 10 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી.

  • Follow us on: