- મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે
- રોહિત ફરીથી હાર્દિકની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે.
- સોશિયલ મીડિયા પર યુઝર્સે હાર્દિકની આકરી ટીકા થઇ
IPL 2024માં આજે એટલે કે 27મી માર્ચે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થવા જઈ રહ્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. ફરી એકવાર હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશિપ કરતો જોવા મળશે, જ્યારે રોહિત ફરીથી હાર્દિકની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે.
પ્રથમ મેચમાં મુંબઇની હાર
પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન ઘણી વખત રોહિત શર્મા હાર્દિકને સમજાવતો જોવા મળ્યો હતો પરંતુ હાર્દિક તેની વાત પર વધારે ધ્યાન આપી રહ્યો ન હતો. જે બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે હાર્દિકની આકરી ટીકા કરી હતી.
શું હાર્દિક આજે રોહિતની વાત માનશે?
હાર્દિક પ્રથમ મેચમાં તેની કેપ્ટનશીપ દરમિયાન ઘણો સક્રિય દેખાતો હતો. આ દરમિયાન પંડ્યા પણ રોહિત શર્માની ફિલ્ડિંગ બદલતો જોવા મળ્યો હતો. જે ચાહકોને બિલકુલ પસંદ ન આવી. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે મુંબઈ ઈન્ડિયન્સની મેચ પહેલા ચાહકો પૂછી રહ્યા છે કે શું હાર્દિક આ મેચમાં પૂર્વ કેપ્ટન રોહિત શર્માને સાંભળશે? જો આ મેચમાં હાર્દિક રોહિતની વાત નહીં માને તો આજે તે મેચમાં ફરી હારશે.
હાર્દિક મેદાનથી લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો
પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો હાર્દિકને જોઈને રોહિત-રોહિતની બૂમો પાડી રહ્યા હતા. આ ઉપરાંત, આ મેચમાં હાર્દિકે રોહિત સાથે જે રીતે વર્તન કર્યું તેનાથી ચાહકો ખૂબ જ નાખુશ હતા.
જે બાદ હાર્દિકને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પણ પહેલી જ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. બોલિંગ કરતી વખતે પંડ્યાએ પ્રથમ મેચમાં ત્રણ ઓવરમાં 30 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી ન હતી. આ પછી બેટિંગમાં પણ હાર્દિક 11 રન જ બનાવી શક્યો હતો.