• રમણદીપ સિંહને થયો મેચ ફીના 20% દંડ
  • કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો
  • રમણદીપે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે
IPL 2024 ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. હવે રમણદીપ સિંહ આ 16 ઓવરની મેચમાં વધુ એક ચર્ચાનો વિષય બની ગયો છે. KKRના ઓલરાઉન્ડર રમણદીપ સિંહને IPLની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે મેચ ફીના 20% દંડ ભરવો પડશે. IPL એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રમણદીપ સિંહે IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો છે." 27 વર્ષીય રમણદીપે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરીના નિર્ણયને સ્વીકારી લીધો છે.

IPL આચાર સંહિતાની કલમ 2.20 શું છે?
IPL આચાર સંહિતાની કલમ 2.20 મેચ દરમિયાન ક્રિકેટના સાધનો અથવા કપડા, મેદાનના સાધનો અથવા અન્ય વસ્તુઓના દુરુપયોગને લઈને છે. કલમ 2.20માં "કોઈપણ ક્રિયા કે જે સામાન્ય ક્રિકેટ પ્રવૃત્તિની બહાર હોય, જેમ કે કિક મારવી અને જાહેરાત બોર્ડ, બાઉન્ડ્રી વાડ, ડ્રેસિંગ રૂમના દરવાજા, અરીસાઓ, બારીઓ અને અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડવું"નો પણ સમાવેશ થાય છે.

રમણદીપ સિંહે માત્ર 8 બોલમાં અણનમ 17 રન બનાવ્યા
કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની વરસાદથી પ્રભાવિત મેચમાં રમનદીપે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 16 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. જેમાં રમણદીપ સિંહે માત્ર 8 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા. બાદમાં તેણે સૂર્યકુમાર યાદવનો કેચ પણ પકડ્યો હતો. જે મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્વના બેટ્સમેન હતા, અંતે મુંબઈની ટીમ 16 ઓવરમાં 8 વિકેટે 139 રન જ બનાવી શકી અને કોલકાતા નાઈટ રાઈડર્સે 18 રનથી જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

IPL 2024 ના પ્લેઓફમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ
IPL પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટોપ પર પહોંચી ગઈ છે. હવે તેના 12 મેચમાં 18 પોઈન્ટ છે. તેઓ આ સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે અને હવે તેમનું લક્ષ્ય પ્રથમ ક્વોલિફાયર જેટલું ઊંચું પૂરું કરવાનું રહેશે જેથી કરીને તેઓ ફાઇનલમાં પહોંચી શકે.

  • Follow us on: