• ટીમ આઈપીએલની રેસમાંથી થઈ બહાર
  • બોલર્સના કારણે ટીમ આવી હતી રેસમાં પરત
  • ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હાર માટે જવાબદારઃ ડુપ્લેસીસ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને રાજસ્થાન રોયલ્સની સામે એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે જ આરસીબી ટ્રોફીની રેસમાંથી બહાર થઈ છે. બેંગલુરુએ અનેક મુશ્કેલીઓ બાદ આ સીઝનમાં વાપસી કરી છે અને સતત 6 મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. હવે એલિમિનેટર મેચમાં રાજસ્થાનની સામે આરસીબીને હાર મળી છે. આ હારની સાથે આરસીબીના કરોડો ફેન્સનું સપનું તૂટી ગયું છે.

 

બોલર્સે કરાવી હતી વાપસી

આરસીબીની પહેલી બેટિંગમાં તેઓ ફક્ત 172 રન બનાવી શક્યા. આ સમયે લાગી રહ્યું હતું કે ટીમ સરળતાથી રાજસ્થાન રોયલ્સ સામે હારી જશે. મેચમાં હાર-જીતની આશા બાદ પણ બેંગલુરુને હારનો સામનો કરવો પડ્યો. આરસીબીની હાર બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે એક કારણ આપ્યું અને કહ્યું કે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમના કારણે ટીમની હાર થઈ છે. ફાફે કહ્યું કે આ નિયમ ન હોત તો આ સ્કોર પૂરતો હતો. પણ આ નિયમના કારણે આ લક્ષ્ય ચેઝ થઈ શક્યું છે.

શું છે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ

IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર રૂલ મુજબ પ્લેઈંગ ઈલેવન સિવાય બંને ટીમોએ 5-5 અવેજી ખેલાડીઓના નામ આપવાના હોય છે. આ પાંચમાંથી એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે. ઈમ્પેક્ટ પ્લેયર બેટિંગ અને બોલિંગ બંને કરે છે. કેપ્ટન ફાફે કહ્યું કે આ સીઝનમાં સમજાઈ ગયું છે કે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમની સાથે સ્કોર પાર કરવો સરળ નથી. ટીમ પર મને ગર્વ છે. અનેક ટીમો 9માંથી 1 મેચ જીતીને હારી જાય છે પણ આ સમયે વાપસી કરીને સતત 6 મેચ જીતવી એ સારું છે. 

  • Follow us on: