• IPL 2024ની 68મી મેચ બેંગલોર અને ચેન્નાઈ વચ્ચે રમાશે
  • ક્વોલિફાયરના દૃષ્ટિકોણથી આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ
  • RCB આ મેચમાં ગ્લેન મેક્સવેલને પ્લેઈંગ-11માં કરશે સામેલ

IPL 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો માટે ક્વોલિફાયરના દૃષ્ટિકોણથી આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. RCB પ્લેઓફની રેસમાંથી બહાર થવાનું હતું, પરંતુ સતત 5 મેચ જીત્યા બાદ તે ક્વોલિફાય રમવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ ચેન્નાઈ સામેની મેચ પહેલા RCBને જોરદાર ઝટકો લાગ્યો છે. બેંગલુરુનો ઓલરાઉન્ડર વિલ જેક્સ ચેન્નાઈ સામેની મેચ પહેલા બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સામે જેકની જગ્યાએ ગ્લેન મેક્સવેલને રમાડવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આવી સ્થિતિમાં મેક્સવેલને પ્લેઈંગ-11માં સામેલ કરવો જરૂરી છે કે મજબૂરી તે એક પ્રશ્ન છે.

વિલ જેક્સ ટીમની બહાર

RCB તરફથી રમતા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલ ખૂબ જ ખરાબ ફોર્મમાં છે. આ સિઝનમાં મેક્સવેલના બેટમાંથી એક પણ મોટી ઇનિંગ્સ જોવા મળી નથી. ખરાબ ફોર્મના કારણે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. તેને કેટલીક મેચોમાંથી બહાર રાખ્યા બાદ તેને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો, પરંતુ ફરીથી મેક્સનું બેટ ફ્લોપ થયું. પરંતુ હવે જ્યારે વિલ જેક્સને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, ગ્લેન મેક્સવેલ ફરીથી RCBમાં વાપસી કરવા જઈ રહ્યો છે. કેપ્ટન અને ટીમ માટે આ જરૂરી છે કે મજબૂરી?

આ 5 કારણોના લીધે ટીમમાં મળી શકે છે સ્થાન

1. મેક્સવેલ આ IPL સિઝનમાં અત્યાર સુધી કુલ 8 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેના બેટમાંથી માત્ર 36 રન આવ્યા છે. આનાથી વધુ ખરાબ ફોર્મની કલ્પના પણ કરી શકાતી નથી. આ દરમિયાન મેક્સવેલનો મહત્તમ સ્કોર 28 રન રહ્યો છે. પરંતુ તેમ છતાં તેને આગામી મેચમાં રમાડવામાં આવી શકે છે.

2. ગ્લેન મેક્સવેલ આ સિઝનમાં 3 મેચમાં શૂન્યના સ્કોર પર આઉટ થયો છે. આ કારણોસર તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.

3. RCB ઓલરાઉન્ડર વિલ જેક્સ ટીમની બહાર છે. આવી સ્થિતિમાં, વિદેશી ખેલાડીની જગ્યા ખાલી પડી છે, હવે તે જગ્યા ભરવા માટે RCB પાસે એકમાત્ર વિકલ્પ ગ્લેન મેક્સવેલ છે.

4. બેંગલુરુએ ચેન્નાઈ સામે મોટો સ્કોર કરવાનો છે, કારણ કે RCBને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે મોટી જીતની જરૂર પડશે. આવી સ્થિતિમાં, RCB ગ્લેન મેક્સવેલ આક્રમક ઈનિંગ રમવા માટે જાણીતો છે તેથી તેને પ્લેઈંગ-11માં સામેલ કરી શકાય છે.

5. RCB તરફથી રમતી વખતે ગ્લેન મેક્સવેલનો નામે ખાસ રેકોર્ડ છે. મેક્સવેલ IPL 2021માં RCB સાથે જોડાયો છે. 2021માં મેક્સવેલે 513 રન બનાવ્યા, 2022માં તેણે 301 રન બનાવ્યા, 2023માં મેક્સે 400 રન બનાવ્યા. આ જ કારણ છે કે વારંવાર ફ્લોપ થવા પર પણ તેમને ચાન્સ આપવામાં આવી રહ્યા છે.

  • Follow us on: