• RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં કરી એન્ટ્રી
  • CSK હાર્યું ત્યારે એમએસ ધોની ઉદાસ થઈ ગયો હતો
  • વિરાટ કોહલી ધોનીની શોધમાં CSK ડ્રેસિંગ રૂમમાં ગયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ રોમાંચથી ભરપૂર રહી હતી. વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા સ્ટાર ખેલાડીઓથી સજ્જ બંને ટીમોના ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. પછી જ્યારે CSK હાર્યું ત્યારે એમએસ ધોની ઉદાસ થઈ ગયો, જ્યારે વિરાટ કોહલી ઉત્સાહથી ભરેલો જોવા મળ્યો. ધોની RCBના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર જ નીકળી ગયો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી ધોનીને મળવા માટે ડ્રેસિંગ રૂમમાં તેની પાછળ ગયો હતો.

CSKના ડ્રેસિંગ રૂમમાં ગયો વિરાટ કોહલી?

વિરાટ કોહલી ધોનીની શોધમાં CSK ડ્રેસિંગ રૂમમાં ગયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની આરસીબીના કેટલાક સ્ટાફ સાથે હાથ મિલાવીને આગળ વધી રહ્યો છે. આ પછી તે ઝડપથી તેના ડ્રેસિંગ રૂમ તરફ જાય છે. ત્યારબાદ વિરાટ કોહલી આવે છે. તે આસપાસ જુએ છે અને કેટલાક ખેલાડીઓ સાથે CSK ડ્રેસિંગ રૂમમાં જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે કોહલી ધોનીને પરેશાન જોઈને મળવા ગયો હતો.

કોહલી અને ધોની વચ્ચે ખૂબ જ સારું બોન્ડ

કોહલી અને ધોનીની ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી હોવા છતાં બંને ખેલાડીઓ વચ્ચેનું બોન્ડિંગ ઘણું સારું છે. વિરાટે ઘણી વખત ધોની પાસેથી મળેલી મદદનો ખુલાસો કર્યો છે. જ્યારે કોહલી તેના ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે એમએસ ધોની એકમાત્ર વ્યક્તિ હતો જેણે તેની સાથે વાત કરી હતી. ધોની અને કોહલીનું બોન્ડ ઘણીવાર જોવા મળે છે.

ધોનીની શાનદાર ઈનિંગ

આ મેચમાં એમએસ ધોની આઠમા નંબર પર ઉતર્યો હતો. તેણે 13 બોલમાં 192.31ના સ્ટ્રાઈક રેટથી 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં પહેલા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. બીજા બોલ પર મોટો શોટ રમવા જતા બાઉન્ડ્રીએ કેચ આઉટ થયો હતો. આ રીતે ધોનીની શાનદાર ઇનિંગ્સનો અંત આવ્યો. ધોનીના ગયા પછી ચાર બોલમાં માત્ર એક રન આવ્યો અને CSK મેચ હારી ગઈ.

  • Follow us on: