- RCB ભૂલોને નહીં સુધારે તો પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બનશે
- વિરાટ કોહલીની ધીમી ઈનિંગ RCBની હારનું સૌથી મોટું કારણ
- ગ્લેન મેક્સવેલનું વારંવાર ફ્લોપ થવું પણ ટીમની હારનું એક મોટું કારણ
વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2024ની 10મી મેચમાં કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું છે. આ સીઝનમાં આરસીબીની આ બીજી હાર છે. આ સિઝનની બીજી મેચ ભલે બેંગલુરુએ જીતી લીધી હતી, પરંતુ આ મેચમાં પણ RCBની હાર નિશ્ચિત હતી. અંતે, દિનેશ કાર્તિક અને મહિપાલ લોમરોરની તોફાની ઇનિંગ્સના કારણે બેંગલુરુએ આ મેચ જીતી લીધી. આ હાર પાછળની ખાસ વાત એ છે કે બેંગલુરુ એ જ 3 ભૂલો વારંવાર કરી રહ્યું છે, જેના કારણે તેને હારનો સામનો કરવો પડી રહ્યો છે. જો RCB હવે આ ભૂલને નહીં સુધારે તો પ્લેઓફનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. ચાલો જાણીએ RCBની તે 3 ભૂલો શું છે.
અનુભવી બેટ્સમેને સુધારો કરવો જોઈએ
ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની ધીમી ઈનિંગ RCBની હારનું સૌથી મોટું કારણ છે. આ સિઝનની પ્રથમ મેચમાં કિંગ કોહલીએ 20 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ બીજી મેચમાં 157ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હોવા છતાં તેણે આ મેચને પણ ગરબડ કરી નાખી હતી. પછી અંતે, દિનેશ કાર્તિક અને મહિપાલ લોમરોરની તોફાની ઇનિંગ્સને કારણે RCB જીતી શક્યું હતું. હવે ત્રીજી મેચમાં પણ કોહલીએ 57 બોલમાં માત્ર 83 રનની ઇનિંગ રમી હતી. કોહલી પહેલી ઓવરથી છેલ્લી ઓવર સુધી અણનમ રહ્યો, આમ છતાં તે છેલ્લી ઓવરોમાં રન બનાવી શક્યો નહીં. કોહલીએ છેલ્લી 5 ઓવરમાં 16 બોલ રમ્યા હતા, જેમાં માત્ર 21 રન જ બન્યા હતા. આવી સ્થિતિમાં કોહલીએ આ ભૂલને વહેલી તકે સુધારવી પડશે, નહીં તો હારનો સિલસિલો આ રીતે જ ચાલુ રહેશે.
વિદેશી ખેલાડીઓ સમર્થન નથી આપી રહ્યા
ઉલ્લેખનીય છે કે RCB તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલનું વારંવાર ફ્લોપ થવું પણ RCBની હારનું એક મોટું કારણ છે. મેક્સવેલનું બેટ 3માંથી એકપણ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન દેખાડી શક્યું નથી. પ્રથમ મેચમાં મેક્સવેલ શૂન્ય પર આઉટ થયો હતો, બીજી મેચમાં તેણે 3 રન બનાવ્યા હતા. મેક્સવેલે કોલકાતા સામે 19 બોલમાં 28 રનની ઈનિંગ રમી હોવા છતાં મેક્સીને આ નાની ઈનિંગમાં 2 જીવ મળ્યા હતા. મેક્સવેલ આરસીબી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો તેનું બેટ ફરે છે તો સ્કોરબોર્ડ પર રન સરળતાથી દેખાય છે, પરંતુ તે સતત ફ્લોપ થઈ રહ્યો છે.
બોલિંગમાં પણ તાકાત નથી
RCB તરફથી રમતા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જોસેફ 3માંથી એકપણ મેચમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. કોલકાતા સામે પણ આ ખેલાડીએ માત્ર 2 ઓવરમાં 34 રન આપી દીધા છે. અલઝારીએ પંજાબ સામે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. આ સિવાય ચેન્નાઈ સામેની પ્રથમ મેચમાં જોસેફે 3.4 ઓવરમાં 38 રન આપ્યા હતા. અલઝારીએ આ 3 મેચમાં માત્ર 1 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં બેંગલુરુએ તેનો વિકલ્પ શોધવો જોઈએ.