• મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ
  • સનરાઈઝર્સ હૈદરાબાદે બેંગ્લોરેનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

આજે IPL 2024ની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલા SRHએ MI બોલરોને ખરાબ રીતે ફટકાર્યા હતા. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આઈપીએલની એક ઈનિંગમાં આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે હૈદરાબાદે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. જો મુંબઈને આ સિઝનની પહેલી જીત જોઈતી હોય તો તેણે 278 રન બનાવવા પડશે.

IPLમાં સર્વોચ્ચ ઈનિંગ સ્કોર

આ પહેલા IPLમાં એક ઈનિંગમાં સર્વોચ્ચ સ્કોર 263 રનનો હતો. 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પુણે વોરિયર્સ સામે આ સિદ્ધિ મેળવી હતી. ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 257 રન બનાવ્યા હતા. જ્યારે IPL 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત લાયન્સ સામે 248 રન બનાવ્યા હતા. 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 246 રન બનાવ્યા હતા.

IPLમાં ટીમનો સૌથી વધુ સ્કોર

  • 277/3 - SRH vs MI, હૈદરાબાદ, 2024
  • 263/5 - RCB vs PWI, બેંગલુરુ, 2013
  • 257/5 - LSG vs PBKS, મોહાલી, 2023
  • 248/3 - RCB vs GL, બેંગલુરુ, 2016
  • 246/5 - CSK vs RR, ચેન્નાઈ, 2010

હૈદરાબાદની તોફાની શરૂઆત

પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરાબાદની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડ આવતાની સાથે જ બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 45 રન જોડ્યા હતા. હાર્દિક પંડ્યાએ 5મી ઓવરના પ્રથમ બોલ પર આ ભાગીદારી તોડી હતી. તેણે મયંક અગ્રવાલને ટિમ ડેવિડના હાથે કેચ આઉટ કરાવ્યો. મયંકે 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ફોર ફટકારી હતી.

ટ્રેવિસ હેડે અભિષેક શર્મા સાથે મળીને દાવ સંભાળ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 23 બોલમાં 68 રન જોડ્યા હતા. ગેરાલ્ડ કોએત્ઝીએ 8મી ઓવરમાં હેડની વિકેટ લીધી હતી. હેડે 24 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે પોતાના બેટમાંથી 9 ફોર અને 3 સિકસ ફટકારી હતી. આ પછી અભિષેક શર્મા અને એડન માર્કરામ વચ્ચે 48 રનની ભાગીદારી થઈ હતી. પિયુષ ચાવલાએ 11મી ઓવરમાં અભિષેકનો શિકાર કર્યો હતો. તેણે 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 સિકસની મદદથી 63 રન બનાવ્યા હતા.

  • Follow us on: