• સનરાઈઝર્સ હૈદરાબાદે અને આરસીબી વચ્ચે મેચ
  • પ્રથમ બેટિંગ કરતા SRHએ 287 રન બનાવ્યા
  • આ મેચમાં ક્લાસને 106 મીટરની સિકસ ફટકારી

સનરાઈઝર્સ હૈદરાબાદે IPLમાં 287 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. RCB સામેની મેચમાં SRH બેટ્સમેનોનું તોફાન જોવા મળ્યું હતું. પ્રથમ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી હતી. ત્યારબાદ ત્રીજા નંબરે આવેલા હેનરિક ક્લાસને શાનદાર બેટિંગ કરી હતી. ક્લાસને એક પછી એક સ્ટાઇલિશ શોટ ફટકારીને ચાહકોના દિલ જીતી લીધા. આ દરમિયાન તેણે એવી સિક્સ ફટકારી, જેના કારણે બોલ સીધો સ્ટેડિયમની બહાર ગયો.

ક્લાસને ફટકારી ગગનચૂંબી સિક્સ

આ દ્રશ્ય 17મી ઓવરમાં જોવા મળ્યું હતું. જ્યારે લોકી ફર્ગ્યુસને આ ઓવરનો બીજો બોલ ફેંક્યો, ત્યારે પહેલેથી જ તૈયાર ક્લાસને લોંગ ઓન તરફ સિક્સર ફટકારી હતી. તેનો છગ્ગો એટલો લાંબો હતો કે બોલ સ્ટેડિયમની બહાર જ ગયો. ક્લાસેનનો આ સિક્સ 106 મીટર લાંબો હતો.

ચંદ્રયાન તરફથી અપડેટ

ક્લાસેનના આ શાનદાર સિક્સનો વીડિયો શેર કરતી વખતે જિયોસિનેમાએ લખ્યું- ચંદ્રયાન તરફથી અપડેટ મળ્યું. દડો હજુ પણ પ્રકાશની ઝડપે પ્રવાસ કરી રહ્યો છે. આ વીડિયો અને જીઓસિનેમાનું કેપ્શન ક્રિકેટના કોરિડોરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સિક્સર પછી ક્લાસને ફરી એકવાર ચોથા બોલ પર સિક્સર ફટકારી. જોકે આ ઓવરના છેલ્લા બોલ પર તે આઉટ થયો હતો.

31 બોલમાં 67 રન બનાવ્યા

ક્લાસને આ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 31 બોલમાં 2 છગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા અને 216.13ની સ્ટ્રાઈક રેટથી 67 રન બનાવ્યા. ફર્ગ્યુસનના વાઈડ ફુલ ટોસ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે તે કેચ આઉટ થયો હતો.

  • Follow us on: