- સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
- વીડિયોમાં રોહિત શર્મા RCBના દિનેશ કાર્તિકને સ્લેજ કરતો જોવા મળી રહ્યો છે
- જૂનમાં રમાનારી ટી20 વર્લ્ડ કપ 2024 માટે સ્લેજ કર્યો
દિનેશ કાર્તિકમાં શાનદાર ફોર્મ બતાવી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર બેટસમેને 23 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કાર્તિકની શાનદાર બેટિંગ જોઈને મુંબઈના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ વખાણ કર્યા હતા.આ સ્લેડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા કહે છે, શાબાશ ડીકે, શાબાશ.
પહેલા પણ આવુ બન્યુ
દિનેશ કાર્તિક સાથે આ પહેલા પણ આવું બન્યું છે. IPLમાં શાનદાર પ્રદર્શન બાદ દિનેશ કાર્તિકને 2022 T20 વર્લ્ડ કપમાં પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે દિનેશ કાર્તિક 2024 ટી20 વર્લ્ડ કપ માટે પણ પસંદગીકારોને પ્રભાવિત કરવામાં સક્ષમ છે કે કેમ. આ વખતે T20 વર્લ્ડ કપ માટે ઘણા વિકેટકીપર બેટસમેન વચ્ચે સ્પર્ધા જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે પસંદગીકારો કયા વિકેટકીપરને તક આપે છે.
બેંગલુરુ મેચ હારી ગયું
IPL 2024માં 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈએ 27 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિક અને રજત પાટીદારે ટીમ માટે અડધી સદી ફટકારી હતી, પરંતુ ત્રણેયની અડધી સદી ટીમને જીત અપાવી શકી ન હતી.ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 15.3 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ટીમ માટે ઇશાન કિશને સૌથી મોટી ઇનિંગ રમી હતી. ઈશાને 34 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા.