• શિમરોને વિકેટ પર બેટને જોરથી ફટકાર્યું
  • નિયમ અનુસાર આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન
  • BCCIએ હેટમાયરને મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો

IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં સંજુ સેમસનની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પેટ કમિન્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે કારમી હાર આપી હતી. આ હાર સાથે રાજસ્થાનની ટ્રોફીની રેસ અહીં સમાપ્ત થઈ ગઈ. પહેલા રાજસ્થાન બીજા ક્વોલિફાયરમાં હારી ગયું હતું, હવે મેચ બાદ BCCIએ રાજસ્થાનનું ટેન્શન વધુ વધાર્યું છે. BCCIએ રાજસ્થાનના સ્ટાર ખેલાડી સામે કાર્યવાહી કરી છે. બીસીસીઆઈએ આ ખેલાડીને ભૂલને કારણે સજા કરી છે. રાજસ્થાન માટે આને બેવડો ફટકો માનવામાં આવી રહ્યો છે.

BCCIએ ખેલાડીને શું આપી સજા?

રાજસ્થાન અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર 2 મેચમાં આરઆરને એકતરફી હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદે રાજસ્થાનને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે આરઆર હાંસલ કરી શક્યું ન હતું. રાજસ્થાન જ્યારે બીજા દાવમાં 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવ્યો ત્યારે RRનો સ્ટાર ખેલાડી શિમરોન હેટમાયર આઉટ થયા બાદ વિકેટ પર બેટને જોરથી ફટકાર્યો હતો. આ IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન હતું, જેના કારણે BCCIએ બાદમાં શિમરોન હેટમાયરને મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો હતો. હેટમાયર સતત પડતી વિકેટોથી પરેશાન હતો, તે ટીમ માટે આશા સમાન સાબિત થઈ શક્યો હોત, પરંતુ તે પણ 10 બોલમાં માત્ર 4 રન બનાવીને જતો રહ્યો હતો. આ કારણે તે નારાજ થઈ ગયો અને વિકેટ પર બેટ માર્યું.

ફાઈનલ મેચ 26 મેએ રમાશે

સનરાઇઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે. હવે આઈપીએલ 2024ની ફાઈનલ મેચ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આ મેચ રમાશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો હૈદરાબાદ આ ટ્રોફી જીતશે તો તેની બીજી ટ્રોફી હશે. બીજી તરફ, જો કોલકાતા આ ટ્રોફી જીતે છે, તો તે તેના માટે ત્રીજી ટ્રોફી હશે. આ પહેલા પણ ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં KKR બે વખત ટ્રોફી જીતી ચૂકી છે. 

  • Follow us on: