- ચહલ બન્યો IPLમાં સૌથી વધુ સિક્સ આપનાર બોલર
- ચહલે IPLની 160 મેચમાં લીધી 205 વિકેટ
- IPL સીઝન 17માં ચહલે આપ્યા 30 સિક્સ
IPL 2024ના બીજા ક્વોલિફાયર મેચમાં યુઝવેન્દ્ર ચહલે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ પીયૂષ ચાવલાના નામે હતો. IPLમાં યુઝવેન્દ્ર ચહલની બોલિગમાં અત્યાર સુધીમાં 224 સિક્સ આપી ચૂક્યો છે.
IPLમાં સૌથી વધુ સિક્સ આપનાર બોલર બન્યો ચહલ
IPL 2024ના બીજા ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલની બોલિગમાં સનરાઈઝર્સ હૈદરાબાગના બેટ્સમેનોએ 3 સિક્સ માર્યા હતા. તેના સાથે જ યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વઘુ સિક્સ આપનાર બોલર બની ગયો છે.
ચહલે અત્યાર સુધીમાં આપ્યા 224 સિક્સ
IPL 2024ના બીજા ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ દરમિયાન 8મી ઓવરની ચૌથા બોલમાં હેનરિક ક્લાસને ચહલની ઓવરમાં સિક્સ માર્યો હતો. ચહલની ચોથી ઓવરમાં પણ ક્લાસને ફરી સિક્સ માર્યો હતો. આ સાથે જ ચહલ IPLમાં સૌથી વધુ સિક્સ આપનાર બોલર બની ગયો છે. આ લિસ્ટમાં 222 સિક્સ આપીને પીયૂસ ચાવલા બીજા નંબરે છે અને રવિન્દ્ર જાડેજાએ 206 સિક્સ આપી ત્રીજા સ્થાન પર છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના મેચમી વાત કરવામાં આવે તો ચહલે તેમની 4 ઓવરમાં 8.5ની ઈકોનોમીથી 34 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધેલી ન હતી. ચહલ IPL-2024ની સીઝનમાં બીજો સૌથી વધુ સિક્સ આપનાર બોલર નથી ગયો છે. 17મી સીઝનમાં ચહલની બોલિગમાં અત્યાર સુધીમાં 30 સિક્સ લાગી ચુક્યા છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર મોહમ્મદ સિરાજ છે, જેમણે IPL 2022માં 31 સિક્સ આપ્યા હતા. ઉલ્લેખનીય છેકે, યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ચહલે અત્યાર સુધી 160 મેચના 159 ઇનિંગ્સમાં 22.44ની સરેરાશ અને 7.84ની ઈકોનોમીથી 205 વિકેટ લીધી છે.