• IPL 2024માં ક્વોલિફાયર-1 અને એલિમિનેટરની ટીમો નક્કી
  • KKR અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર-1 મેચ
  • રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એલિમિનેટર મેચ

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે સર્જાયેલી વિક્ષેપ બાદ કોઈક રીતે ટોસ કરવાનો નિર્ણય લેવાયો હતો. KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ પછી ફરીથી વરસાદ શરૂ થયો અને મેચ રદ કરવામાં આવી. આ મેચ રદ્દ થયા બાદ ક્વોલિફાયર-1 અને એલિમિનેટરની ટીમો નક્કી થઈ ગઈ છે.

ક્વોલિફાયર-1માં KKR vs SRH

ક્વોલિફાયર-1માં જનાર ટીમો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ છે. 21મીએ અમદાવાદમાં બંને ટીમો વચ્ચે મેચ રમાશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો એલિમિનેટરમાં પહોંચી ગઈ છે. એલિમિનેટર 22 મેના રોજ અમદાવાદમાં યોજાશે.

ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 શું છે?

ક્વોલિફાયર-1માં જનારી ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક આપવામાં આવે છે. ક્વોલિફાયર 1 જીતનારી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે, જ્યારે હારનાર ટીમે એલિમિનેટરની વિજેતા ટીમ સાથે રમવું પડશે. તેને ક્વોલિફાયર-2 કહેવામાં આવે છે. આ પછી જે પણ ટીમ જીતશે તેનો મુકાબલો ફાઇનલમાં ક્વોલિફાયર-1ની વિજેતા ટીમ સાથે થશે. એલિમિનેટરમાં હારેલી ટીમની સફર ત્યાં જ પૂરી થાય છે.


  • Follow us on: