- IPL 2024ની 17મી મેચ ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ સામે રમ્યું
- ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા
- શિખર ધવનને નામે એક અનિચ્છનીય રેકોર્ડ ઉમેરાયો
IPL 2024ની 17મી મેચમાં ગુરુવારે ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ સામે રમ્યું હતુ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. 200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ઉમેશ યાદવે બીજી ઓવરના પહેલા બોલ પર શિખર ધવનને બોલ્ડ કર્યો હતો. ધવન માટે એક અનિચ્છનીય રેકોર્ડ ઉમેરાયો હતો.
40 વખત બોલ્ડ થયો ધવન













