- પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડ ખરીદ્યો
- ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સ્ટાર્ક
- સ્ટાર્કની બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ હતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે ખેલાડીઓની હરાજી મંગળવારે દુબઈમાં થઈ રહી છે. IPL-2024 માં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ એક જ દિવસમાં બીજીવાર તૂટ્યો છે. જેમાં પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ રીતે પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પરંતુ તેનો આ રેકોર્ડ પણ એક કલાકમાં તૂટી ગયો હતો.
આ રેકોર્ડ કમિન્સની સાથે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે તોડ્યો છે. હવે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ માટે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. દિલ્હીએ રૂ. 9.60 કરોડ અને મુંબઈએ રૂ. 10 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ યુદ્ધ હતું. આખરે કોલકાતાએ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો છે.













