- IPL 2024ની તૈયારી થઈ શરૂ
- 19 ડિસેમ્બરે દુબઈમાં થશે ઓક્શન
- 5 ખેલાડી પર 10 કરોડથી વધુની બોલી લાગી શકે
IPL 2024ની તૈયારી શરૂ થઈ છે. IPLની આગામી સિઝન માટે તમામ ટીમે પોતાની રણનીતિ બનાવવી શરૂ કરી છે અને અત્યારે દરેક ફ્રેંચાઈઝીની નજર 19 ડિસેમ્બરે થનારા IPL ઓક્શન પર છે. આ વખતે દુબઈમાં ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં અનેક ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થઈ શકે છે. ટ્રેડ વિન્ડો બંધ થઈ છે અને IPL ટીમોએ પોતાના પર્સમાં રૂપિયા જમા કરાવ્યા છે. આ ઓક્શનમાં અમુક ખેલાડી એવા છે, જેની પાછળ તમામ ટીમ પડી શકે છે અને 10 કરોડ કરતાં વધુ રૂપિયાની બોલી લગાવી શકે છે.
ટ્રેવિસ હેડ
ઓસ્ટ્રેલિયાના આ આક્રામક ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડે વનડે વર્લ્ડકપની સેમીફાઈનલ અને ફાઈનલમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેને જોઈને લાગે છે કે, આ વખતે IPL ઓક્શનમાં તેના પર રૂપિયાનો વરસાદ થશે. ચેન્નઈ સુપર કિંગ્સ પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની પાછળ પડી શકે છે. આ એક આક્રામક ઓપનર હોવા સાથે પાર્ટ ટાઈમ સ્પિન બોલિંગ પણ કરે છે. જેથી આ ખેલાડી પર 10 કરોડથી વધુ રૂપિયાની બોલી લાગી શકે છે.
ગેરાલ્ડ કોએત્ઝી
IPLમાં તમામ ટીમને એક એવા ફાસ્ટ બોલરની જરૂર દરેક સિઝનમાં હોય છે, જે ફાસ્ટ બોલિંગ કરવા સાથે સ્વિંગ પણ કરી શકે. આવું કારનામું સાઉથ આફ્રિકાનો ખેલાડી ગેરાલ્ડ કોએત્ઝી કરી શકે છે. આ ખેલાડીએ તાજેતરમાં પૂર્ણ થયેલા વનડે વર્લ્ડકપમાં પોતાની ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી. તેમણે ભારતીય પિચ પર બોલિંગ કરીને પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેમની બોલ ફાસ્ટ પણ હોય છે અને સ્વિંગ પણ હોય છે. આ ઉપરાંક કોએત્ઝી બાઉન્સર બોલ પણ ફેંકે છે. આવી સ્થિતિમાં આ યુવા ખેલાડી માટે IPLની દરેક ટીમ કરોડો રૂપિયાનો ખર્ચ કરી શકે છે.
પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડકપમાં કેપ્ટન હોવા સાથે ક્રિકેટર તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી જેવા બેટ્સમેનને અંડર પ્રેશર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઉપરાંત તેમણે સમગ્ર વર્લ્ડકપમાં શાનદાર બોલિંગ કરી હતી. પેટ કમિન્સ T20માં એક ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેમના પાછળ અનેક ટીમ કરોડો રૂપિયાની બોલી લગાવી શકે છે.
હેરી બ્રૂક
ઈંગ્લેન્ડના આ ખેલાડીને ગત IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેમણે માત્ર 1 મેચમાં સદી ફટકારી હતી. બીજી કોઈ મેચમાં આ ખેલાડીએ સારૂં પ્રદર્શન કર્યું નહતું. આ ઉપરાંત તાજેતરમાં પૂર્ણ થયેલા વર્લ્ડકપમાં પણ બ્રૂકે કાંઈ ખાસ પ્રદર્શન કર્યું નહતું, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં બ્રૂકે 71 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આવી સ્થિતિમાં જો બ્રૂક આગામી અમુક મેચમાં શાનદાર પ્રદર્શન કરશે, તો ફરી એક વખત તેમના નામ પર મોટી બોલી લાગી શકે છે.
મિચેલ સ્ટાર્ક
આ તમામ ખેલાડીઓ ઉપરાંત મિચેલ સ્ટાર્ક એક વખત ફરી IPLમાં પરત આવી રહ્યો છે. તે ગત અનેક વર્ષોથી IPL રમ્યો નથી, પરંતુ IPL 2024માં તે રમવા માંગે છે. મિચેલ સ્ટાર્કની સ્પીડ, સ્વિંગ અને યોર્કરથી દરેક ક્રિકેટ ફેન્સ વાકેફ છે. વનડે વર્લ્ડકપ દરમિયાન પણ તેના બોલનો જાદૂ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં મિચેલ સ્ટાર્ક પર પણ 10 કરોડથી વધુ રૂપિયાની બોલી લાગી શકે છે.