• વિરાટ કોહલીના T20 ક્રિકેટમાં 12,000 રન પૂર્ણ
  • વિરાટ કોહલી 12,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય
  • વિરાટ આ ઈતિહાસ રચનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2024ની પહેલી જ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. ચેન્નાઈ સામે રમાઈ રહેલી IPL 2024ની શરૂઆતની મેચમાં આ ખેલાડીએ આ મહાન સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલી આ ઈતિહાસ રચનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ વિરાટ આ ઈતિહાસ રચનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. કોહલી સિવાય 5 વિદેશી ખેલાડીઓ છે જેમણે આ સિદ્ધિ મેળવી છે. આવો તમને જણાવીએ કે કોહલીએ ચેન્નાઈ સામે કયો ઈતિહાસ રચ્યો છે.

કોહલીએ કયો ઈતિહાસ રચ્યો?

વિરાટ કોહલીએ ચેન્નાઈ સામે 6 રન બનાવીને એક મોટી સિદ્ધિ કરી છે. વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં પોતાના 12 હજાર રન પૂરા કરી લીધા છે. કોહલી પહેલા માત્ર 5 એવા બેટ્સમેન છે જેમના નામે 12 હજારથી વધુ T20 રન છે. ખાસ વાત એ છે કે આ 5 બેટ્સમેનમાંથી એક પણ બેટ્સમેન ભારતીય નથી. કોહલી T20 ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. કોહલી બાદ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન રોહિત શર્માના નામે છે. રોહિતે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 11156 રન બનાવ્યા છે. રોહિત પછી શિખર ધવનનું નામ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આવે છે. ગબ્બર તરીકે જાણીતા ખેલાડી શિખર ધવને T20 ક્રિકેટમાં કુલ 9645 રન બનાવ્યા છે.

T20 ક્રિકેટમાં 12,000થી વધુ રન

  • 14562 - ક્રિસ ગેલ
  • 13360 - શોએબ મલિક
  • 12900 - કિરોન પોલાર્ડ
  • 12319 - એલેક્સ હેલ્સ
  • 12065 - ડેવિડ વોર્નર
  • 12000* - વિરાટ કોહલી

  • Follow us on: