• આજે IPL 2024માં 57મી મેચ PBKS અને RCB વચ્ચે રમાશે
  • કાગીસો રબાડા અને કોહલીનો એક વીડિયો વાયરલ થયો
  • પંજાબ કિંગ્સ અને RCB આજે ધર્મશાલામાં ટકરાશે

આજે IPL 2024માં 57મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ટીમ આ મેચ હારી જશે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. આ મેચ પહેલા પંજાબના ફાસ્ટ બોલર કાગીસો રબાડા અને RCBના બેટ્સમેન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ રબાડાના પોડકાસ્ટ દરમિયાન લેવામાં આવી હતી.

કોહલી અચાનક વિલો ટોક પોડકાસ્ટમાં જોવા મળ્યો

કાગિસો રબાડા વિલો ટોક પોડકાસ્ટમાં વાત કરી રહ્યા હતા. જેમાં વિરાટ કોહલી અચાનક આવી પહોંચ્યો હતો. પોડકાસ્ટ દરમિયાન વિરાટ રબાડાના લેપટોપની પાછળ હતો. ત્યારે વિરાટ કોહલી ત્યાં ડાન્સ કરતો હોય છે. રબાડા વિરાટને કહે છે કે હું પોડકાસ્ટ પર છું. જેના પર કોહલીએ પૂછ્યું કોની સાથે? ત્યારે રબાડા કહે છે વિલો ટોક.


ત્યારબાદ રબાડા કોહલીને કેમેરા સામે આવવાનું કહે છે. આ પછી વિરાટ કોહલી કેમેરાની સામે આવે છે અને તમામ દર્શકોનું અભિવાદન કરે છે. આ દરમિયાન કોહલી થોડી મજાક પણ કરે છે. આ પોડકાસ્ટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

ધર્મશાલામાં આમને-સામને થશે પંજાબ-RCB

પંજાબ કિંગ્સ અને RCB આજે ધર્મશાલા મેદાનમાં તેમની 12મી મેચ રમવા જઈ રહી છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં RCB 11 મેચમાંથી માત્ર 4 મેચ જીતી શકી છે. જો RCB તેની પ્લેઓફની આશા જીવંત રાખવા માંગે છે તો તેને આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. આ સિવાય પંજાબ કિંગ્સે પણ 11માંથી 4 મેચ જીતી છે.


પંજાબ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલા જ્યારે આ બંને ટીમો સામસામે આવી હતી ત્યારે RCBનો વિજય થયો હતો. પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 8 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે જ્યારે પંજાબ કિંગ્સ ટીમ 8 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.

  • Follow us on: