- ટ્રેવિસ હેડે IPL 2024માં ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી
- ટ્રેવિડ હેડ RCBમાં 'વોટર બોય' હતો
- ટ્રેવિસ હેડની જુની તસવીરો વાયરલ થઇ
ટ્રેવિસ હેડે IPL 2024માં અત્યાર સુધી ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી ટૂર્નામેન્ટની 57મી મેચમાં હેડે શાનદાર ઇનિંગ રમી અને 30 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 89* રન બનાવ્યા. આ સિઝનમાં ટ્રેવિસ હેડે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હોય તેવું આ પહેલીવાર નથી, પરંતુ તે શરૂઆતથી જ આવી બેટિંગ કરતો જોવા મળ્યો છે. પરંતુ આ જ ટ્રેવિડ હેડ RCBમાં 'વોટર બોય' હતો.
RCBએ વધુ તક ના આપી
હૈદરાબાદ તરફથી રમતા પહેલ, ટ્રેવિડ હેડ 2016 અને 2017માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. તેને RCB તરફથી ઘણી તકો મળી ન હતી. સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં હેડ પાણીની બોટલ પકડેલો જોવા મળી રહ્યો છે. તસવીર શેર કરતી વખતે લખ્યું હતું કે, "મારા પર વિશ્વાસ કરો, ટ્રેવિસ હેડ RCBમાં વોટર બોય હતો." તસવીરમાં જોઈ શકાય છે કે હેડ બેંગલુરુના સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથે બાઉન્ડ્રી લાઈન પાસે પાણીની બોટલ લઈને ઉભો જોવા મળે છે.
2017 સુધી બેંગલુરૂ સાથે રહ્યો હેડ
તમને જણાવી દઈએ કે હેડ બે વર્ષ (2016 અને 2017) માટે RCBનો ભાગ હતો. જોકે, તેને બે વર્ષમાં માત્ર 10 મેચ રમવા મળી હતી. 10 મેચોમાં બેટિંગ કરતા, હેડે 29.29ની એવરેજ અને 138.51ના સ્ટ્રાઈક રેટથી 205 રન બનાવ્યા, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 75* રન હતો. 2017 પછી, હેડ હવે IPLનો ભાગ રહ્યો ન હતો.
આ પછી IPL 2024 માટે યોજાયેલી મીની હરાજીમાં હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સીઝનમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન હૈદરાબાદ માટે ખૂબ જ સફળ સાબિત થયા હતા. હેડે હૈદરાબાદ માટે ઓપનિંગની જવાબદારી લીધી હતી. તે ટીમ માટે સફળ ઓપનર સાબિત થયો હતો.
IPL 2024માં હેડનું પ્રદર્શન
IPL 2024માં હેડ અત્યાર સુધીમાં 11 મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 11 ઇનિંગ્સમાં તેણે 53.30ની એવરેજ અને 201.89ના આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી 533 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેણે 61 ફોર અને 31 સિક્સર ફટકારી છે.