• સોશિયલ મીડિયા પર રોહિત શર્માના પક્ષમાં અભિયાન ચાલુ
  • ધોની અને રોહિતની કેપ્ટન્સીમાં તેમની ટીમ 5-5 વખત ટાઈટલ જીતી
  • હાર્દિક પંડ્યાને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને તેનું સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણય બાદ ફેન્સ ખૂબ નારાજ છે. સોશિયલ મીડિયા પર રોહિત શર્માના પક્ષમાં અભિયાન ચાલી રહ્યું છે. રોહિતને લઈને ઘણી પ્રતિક્રિયાઓ આવી છે.

રોહિતની આગેવાનીમાં MIએ 5 વખત ટાઇટલ જીત્યું 

રોહિત શર્મા કેપ્ટન તરીકે સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. ધોની અને રોહિતની કેપ્ટન્સીમાં તેમની ટીમ 5-5 વખત ટાઈટલ જીતી ચૂકી છે. રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. રોહિતની પત્ની રિતિકાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

"મચ રિસપેક્ટ રોહિત"

ચેન્નાઈએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભાવનાઓથી ભરેલા એક દાયકાના પડકાર, મચ રિસપેક્ટ રોહિત. આ પછી રોહિત શર્મા તરફથી આ પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ તેની પત્ની રિતિકાએ તેને જોતા જ પ્રતિક્રિયા આપી હતી. રિતિકાએ આના પર હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું છે. રિતિકા પણ ચાહકોની જેમ નિરાશ થઈ હશે પરંતુ તેને ચેન્નાઈની આ પોસ્ટ પસંદ આવી.

ઉલ્લેખનીય છે કે રોહિતના સ્થાને ગુજરાતમાંથી લાવવામાં આવેલા હાર્દિક પંડ્યાને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ કારણે ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સના ઈન્સ્ટાગ્રામ પેજને અનફોલો કરી દીધું છે. 5 લાખથી વધુ લોકોએ આ પેજ છોડી દીધું અને જોરદાર વિરોધ નોંધાવ્યો.

  • Follow us on: