અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


બંને ટીમોએ તેમની પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ, વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ RCB ઈનિંગ્સ શરૂ કરવા માટે મેદાનમાં આવ્યા અને પહેલી જ ઓવરમાં નવો ઈતિહાસ રચ્યો.

અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સ માટે પહેલી ઓવર નાખવા આવ્યો. પહેલો બોલ વાઈડ હતો. આ પછી, ફિલ સોલ્ટે બે ડોટ બોલ રમ્યા બાદ ત્રીજા બોલ પર સિક્સર ફટકારી. ચોથા બોલ પર 2 રન આવ્યા અને બાદમાં 5મા બોલ પર ચોગ્ગો ફટકારવામાં આવ્યો. છેલ્લા બોલ પર કોઈ રન ન બન્યો. આ રીતે, આરસીબી ટીમે પ્રથમ ઓવરમાં 13 રન બનાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો.

બેંગ્લુરુએ તોડ્યો CSKનો રેકોર્ડ

RCB IPL ફાઈનલની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ બની. RCB એ 5 વખતના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા, ચેન્નાઈએ ગુજરાત ટાઈટન્સ સામે IPL 2023 ની ફાઈનલ મેચની પહેલી ઓવરમાં 10 રન બનાવ્યા હતા. તે મેચમાં, ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું અને 5મી વખત IPL ટાઈટલ જીત્યું.

IPL ફાઈનલમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન

13/0 - RCB Vs PBKS, અમદાવાદ, 2025*

10/0 - CSK Vs GT, અમદાવાદ, 2023

10/1 - KKR vs PBKS, બેંગલુરુ, 2014

આજે IPL 2025 ના ફાઈનલમાં RCB અને પંજાબ કિંગ્સ બંને પાસે પહેલીવાર ચેમ્પિયન બનવાની તક છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કઈ ટીમ જીતે છે અને 18 વર્ષના દુષ્કાળનો અંત લાવવામાં સફળ થાય છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, કાયલ જેમિસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

  • Follow us on: